સુરતઃ સુરતની સચિન GIDCમાં ફેક્ટરીમાં લાગેલી આગમાં ચાર કામદારોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, મોડી રાત્રે સચિન GIDCમાં અનુપમ રાસાયણિક ઇન્ડિયા લિમિટેડ ફેકટરીમાં આગ લાગી હતી. જેમાં એક મિલ કામદારનુ પહેલા મોત થયું હતું જ્યારે 5થી વધુ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ હતા .બોઈલર બ્લાસ્ટના કારણે કંપનીમાં એકાએક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી.  કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા તે સમયે જ આગ લાગી હતી.


 આ આગ જોતજોતામાં ખૂબ જ પ્રસરી હતી. આગને કાબૂમાં લેવા 30થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. .સમગ્ર ઘટનામાં પાંચથી વધુ કામદારો દાઝ્યા છે. જેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે અને આ ઘટનામાં ચાર કર્મચારીઓના મોત થયા છે.


સુરતમાં ટ્રકે સાઈકલ ચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત


સુરત: શહેરનો હજીરા રોડ ફરી એકવાર ખૂની સાબિત થયો છે. કોલશો ભરેલી ટ્રકે સાયકલ ચાલકને અડફેટે લેતા તેનું મોત થયું છે.  ત્યાર બાદ ટ્રક ચાલાક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. હજીરા રોડ પર વારંવાર થતા અકસ્માત અને તેનાથી થતા મોતને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોની માગ છે કે આ મામલે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યાવાહી કરે.


સાબરમતી નદીમાં ડૂબી રહ્યા હતા મામા-ભાણેજ, ત્યારે જ દેવદૂત બનીને આવ્યો JCB ચાલક


અમદાવાદ: અનંત ચતુર્દશીએ ગણેશ વિસર્જન સમયે સાદરા ગામે બે વ્યક્તિઓ નદીમાં ડૂબ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ સાબરમતી નદીમાં કૂદીને એકને બચાવ્યો હતા જ્યારે બીજો વ્યક્તિ ઊંડા પાણીમાં ગરક થઈ ગયો છે. જો કે, પાણીમાં ડૂબતા વ્યક્તિને બચાવવા ગયેલા વ્યક્તિને પણ તરતા આવડતું ન હોવાથી તે પણ ડૂબવા લાગ્યો હતો. આ સમયે એક અજાણ્યા JCB ચાલકે બંને વ્યક્તિઓને બચાવવા પ્રયત્ન કર્યો હતો. મોતને ભેટનાર વ્યક્તિ માણસાના રંગપુરનો રહેવાસી હોવાની વાત સામે આવી છે અને તેનું નામ વિરેન્દ્રસિંહ હતું. જ્યારે જે વ્યક્તિનો આબાદ બચાવ થયો તેમનું નામ કરણસિંહ મનુભા રાણા છે. 


તો બીજી તરફ દેવદૂત બનીને આવેલા JCB ચાલકનો સંપર્ક થતા આજે ધણપ ગામના ગ્રામજનો તેનું સન્માન કરશે. પ્રાથમિક માહિતી પ્રમાણે JCB ચાલક પરપ્રાંતિય હોવાની માહિતી સામે આવી છે. નદીમાં રેતી ખનનને કારણે ઊંડા ખાડા થઈ જતા આ પ્રકારની ઘટના બની હોવાની ગ્રામજનોએ માહિતી આપી છે. JCB ચાલકને ગામ તરફથી 01 લાખ રૂપિયાની સન્માન રાશિ અપાશે. આ  ઉપરાંત ધણપ ગામના દરવાજા મદદ માટે હંમેશા ખુલા રહેશે.