સુરત: પલસાણા તાલુકાના કારેલી ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. કારેલી ગામની સીમમાં આવેલા તળાવમાં ન્હાવા ગયેલા યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. પત્નીની નજર સામે જ પતિનું ડૂબી જતાં મોત થતા ચકચાર મચી જવા પામી છે. ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ બહાર કાઢવા બારડોલી ફાયરની ટીમની મદદ લેવાઈ હતી.  ડૂબનાર યુવક પરપ્રાંતિય હોવાનું બહાર આવ્યું છે.


માધવપુર દરિયાકાંઠે ફરવા ગયેલા બે મિત્રોના ડૂબી જવાથી મોત


બે મિત્રોને દરિયા કિનારે ફરવા જવાનું આજે ભારે પડ્યું છે. પોરબંદરના માધવપુર દરિયાકાંઠે ફરવા ગયેલા બે મિત્રોએ  ડુબી જવાથી જીવ ગુમાવ્યા છે.  અમદાવાદથી માધવપુર દરિયાકાંઠે ફરવા ગયેલા બન્ને મિત્રો દરિયામાં નાહવા પડ્યા હતા. જ્યાં ડુબી જતા બન્નેના પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે. મિત્રો સાથે ફરવા ગયેલા બન્ને યુવકોના મૃતદેહને પોલીસે ભારે જહેમત બાદ માછીમારોની મદદથી શોધ્યા છે. આ બન્ને મૃતદેહને હાલ પોસ્ટમાર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. 


બંને મિત્રો અમદાવાદના વતની 


પોરબંદરના દરિયાકાંઠાની મજા માણવા આવેલા આ બન્ને યુવક મૂળ અમદાવાદના હતા. અહીંયા દરિયામાં ડુબી જવાથી બન્નેના મોત નિપજ્યા હતા. હાલ આ બન્નેના મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યા છે. 


પોલીસ ગ્રેડ પે અને એફિડેવિટ મામલે હર્ષ સંઘવીએ શું આપ્યું મોટું નિવેદન?


ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના ગ્રેડ પે અને સ્પેશિયલ પેકેજને લઈને આજે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,  ગુજરાતમાં સૌથી વધુ ભંડોળ આપવામાં આવ્યું. પોલીસના સ્ટાફને અલગ દિશામાં લઇ જવામાં આવે છે. તેમણે પોલીસ એફિડેવિટના મામલે પણ રિએક્શન આપ્યું હતું કે, એફિડેવિટ કાઢવા માટે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટને કહ્યું છે. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ મંજૂરી આપશો તો અમે જરૂરી એફિડેવિટ કાઢી નાંખશું









દેશભરમાં ડ્રગ નું નેટવર્ક તોડી પાડવા કામ કર્યું છે. પાકિસ્તાન બોર્ડર પર હલ્લાબોલ બોલાવ્યું છે. ગુજરાત પોલીસ DRI કોસ્ટગાર્ડ સાથે મળી કામ કરે છે. અનેક રાજ્ય ના નેટવર્ક તૂટવાના કારણે ગુજરાત પોલીસ ને બદનામ કરવા અનેક રાજનૈતિક સ્ટંટ કરવામાં આવ્યા.  જે લોકો વૈભવી જીવન જીવતા લોકોએ ગુજરાત પોલીસ ને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે.  કાલે ગુજરાત ATS દ્વારા સણસણતો જવાબ આપ્યો છે. છેલ્લા અનેક મહિનાઓમાં અલગ અલગ રાજ્યો માં ડ્રગ ના નેટવર્ક તોડી નાખ્યા છે. જે રાજ્ય માં જેની સરકાર હોય તો ડ્રગ વિરોધી લોકો તેને બદનામ કરે છે. દુઃખ કોને થાય છે એ લોકો એ વિચારવાનું છે . ડ્રગ ના નેટવર્ક તૂટવાથી પાકિસ્તાન અફઘાનિસ્તાન ના લોકો પરેશાન.