સુરતઃ શહેરના ઉગત આવાસમાં રહેતા 40 વર્ષીય ભુવા બિપિન સોંધરવાએ ધરમની બહેનની 21 વર્ષીય દીકરી પર નજર બગાડી હતી અને યુવતીના પિતા અને ભાઈને મારી નાંખવાની ધમકી આપી તેની સાથે પરામે શરીરસંબંધ બાંદ્યા હતા. આ પછી યુવતી પર છેલ્લા પાંચ મહિનામાં અનેકવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. અંતે કંટાળેલી યુવતીએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગે યુવતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, 21 વર્ષીય યુવતી અગાઉ રાંદેર આવાસમાં પરિવાર સાથે રહેતી હતી. આ સમયે ભુવા તરીકે ઓળખાતો અને અત્યારે ઉગત આવાસમાં રહેતો 40 વર્ષીય બીપીન ગોવિંદ સોંધરવા અડાજણમાં રહેતો હતો. ભુવાની પત્નીને ભોગ બનનાર યુવતીના પિતાએ બહેન માની હોય તે સંબંધથી બીપીન અવાર-નવાર તેમના ઘરે આવતો હતો. ભોગ બનનાર યુવતી બીપીનને મામા કહેતી હતી.
દરમિયાન વર્ષ 2002માં યુવતીના માતાનું નિધન થતા પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા. પરંતુ સાવકી માતા સાથે બનતું ન હોવાથી યુવતી ઓરમાન મામા એવા બીપીનભાઈને ત્યાં રહેવા જતી રહી હતી. વર્ષ 2018માં ભુવાને તેની પત્ની છોડીને જતી રહેતા બીપીન પણ ઉગત આવસામાં રહેવા આવી ગયો હતો.
દરમિયાન યુવતી પર ભુવાએ નજર બગાડી હતી અને યુવતીને તેના પિતા અને ભઆઈને મારી નાંખવાની ધમકી આપી પોતાની સાથે રહેવા બોલાવી હતી. તેમજ તેની સાથે લગ્ન ન કરીને તેની સાથે વારંવાર શરીર સુખ માણ્યું હતું. તેમજ થોડા મહિના પછી તેને તરછોડી અન્ય યુવતી સાથે રહેવા લાગ્યો હતો.
એટલું જ નહીં, મેલી વિદ્યા કરીને પરિવારના સભ્યોને મારી નાંખવાની યુવતીને ધમકી આપી હતી. આ અંગે યુવતીએ ભુવા સામે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે હવસખોર ભુવા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે પોલીસની પકડથી બચવા માટે લંપટ ભુવા દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે.સુરત મહાનગર પાલિકા સંચાલિત મસક્તિ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, હાલ તબિયત સ્થિર છે.
Surat: ભુવાએ 20 વર્ષ નાની એવી ધરમની બહેનની દીકરી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, પછી રોજ શું કહીને માણતો શરીર સુખ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Feb 2021 02:06 PM (IST)
યુવતી પર ભુવાએ નજર બગાડી હતી અને યુવતીને તેના પિતા અને ભઆઈને મારી નાંખવાની ધમકી આપી પોતાની સાથે રહેવા બોલાવી હતી. તેમજ તેની સાથે લગ્ન ન કરીને તેની સાથે વારંવાર શરીર સુખ માણ્યું હતું.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -