સુરત : ગ્રીષ્મા હત્યા કેસ મામલે હવે નવી વિગતો સામે આવી છે. આરોપી ફેનીલ જેલમાંથી ફોન કરી સાક્ષીને પોતાની તરફેણ માં જુબાની આપવા દબાણ કર્યું હતું. જેલના કેદી તરીકે મળતા લાભનો ગેર ઉપયોગ કર્યો હોવાની કોર્ટમાં ફરિયાદ થઈ છે. ફેનિલે જેલમાંથી પોતાની બહેન ને ફોન કરવાની પરવાનગી લીધી હતી. ક્રિષ્ના નામની યુવતીએ કોર્ટમાં સમગ્ર મામલો જણાવતા સૌ ચોંકી ઉઠ્યા હતા.
સરકારી વકીલ નયન સુખડવાળાએ કોર્ટમાં લેખિત ફરિયાદ કરી હતી. ફેનિલે કોલેજમાં સાથે ભણતી ક્રિષ્નાને બહેન બનાવી હતી. ગ્રીષ્માં સાથે તકરાર થતા અવારનવાર ફેનીલ ગ્રીષ્માને મારી નાખવાની વાત ક્રિષ્નાને કરતો હતો. હત્યાના બનાવના દિવસે પણ ફેનિલે ક્રિષ્નાને ફોન કરી ગ્રીષ્માને મારી નાખવાની વાત કરી હતી. કોર્ટમાં જુબાની દરમ્યાન થયો ખુલાસો.
સુરત: સુરતમાં ફરી એક વખત યુવતીનું ગળુ કાપીને હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. સુરતના કાપોદ્રામાં યુવતીનું ગળુ કાપી હત્યા કરવામાં આવી છે. હત્યારો યુવતીના ઘરમાં ઘૂસી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે અને હત્યારાને જેલ હવાલે કરી દીધો છે.
કાપોદ્રા વિસ્તારમાં નેપાળી યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. મૈત્રી કરાર સાથે રહેતા કહેવાતાં પતિએ જ ગળું કાપી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. કાપોદ્રા પોલીસે હત્યારા પતિ પ્રકાશની અટક કરી છે. મહિલાની ગળું કાપી હત્યા કરી દુકાને ભાગી ગયો હતો. હાલમાં પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રોપટી ને લઈને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કાપોદ્રા વિસ્તારની ગૌતમ પાર્ક સોસાયટીમાં આ ઘટના બની હતી.
મહિલાના ઘરમાં ઘુસી ગળુ કાપી હત્યારો ફરાર થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તાપસ હાથ ધરી હતી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ગૌતમપાર્ક સોસાયટીના ઘરમાં ઘૂસી એક મહિલાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. અજાણ્યો ઈસમ મહિલાનું ગળું કાપી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
સુરત પોલીસના સજ્જનસિંહ પરમાર ડીસીપી ઝોન-1 તેમણે જણાવ્યું કે, સુરત શહેરના કાપોદ્રાના ગૌતમપાર્ક સોસાયટીના મકાનના પહેલા માળે સ્નેહલતાબેન નામની મહિલાની હત્યા કરવામાં આવી છે. મૃતક મહિલા પ્રકાશ રણછોડભાઈ પટેલ સાથે રહેતા હતા. સ્નેહલતાબેન પ્રકાશભાઈના પૂર્વ પત્ની છે. આજે સવારે તેઓ પ્રકાશભાઈ ટિફિન લઈને નોકરી પર જતા રહ્યા હતા. દરરોજ બપોરે બંને વીડિયોકોલથી વાત કરતા હોય છે. જોકે, આજે સ્નેહલતાએ વીડિયો કોલ ન કરતા ઘરે આવ્યા હતા. ત્યારે પત્નીની ગળું કાપી હત્યા કરાઈ હોવાની જાણ થઈ હતી.