સુરતઃ શહેરના મોટા વરાછા વિસ્તારમાં પત્નીને ઢોરની જેમ માર મારનાર પતિને સબક શીખવડવામાં આવ્યો છે. પરસ્ત્રી સાથે સબંધ રાખી પત્નીને માર મારનાર પતિની ધુલાઈ કરી હતી. મહિલા આગેવાન દર્શના જાનીએ ઇજાગ્રસ્ત પત્નીની સારવાર કરાવી. એટલું જ નહીં, પતિ પાસે હાથ જોડાવી પત્નીની માફી મંગાવી. હવે પછી પત્નીને નહીં મારે તેની બાહેનધરી લેવામાં આવી.

 

સુરતમાં પતિને વીડિયો કોલિંગ દ્વારા રંગરેલીયા મનાવતા પકડી પાડનાર પત્નીને ઢોરની જેમ માર માર્યો હતો. આ અંગે સમાજ સેવિકાને જાણ થતાં તેઓ પતિ પાસે પહોંચ્યા હતા અને જાહેરમાં તમાચાં મારી પતિને પાઠ ભણાવ્યાં હતાં. લગ્ન પછી અનેકવાર પત્નીને માર મારી અધમુવી બનાવી દેનાર પતિને છેલ્લી વોર્નિંગ આપી હતી. 

 

દર્શનાબેને જણાવ્યું હતું કે, વીડિયો કોલિંગ પર પરસ્ત્રી સાથે મસ્તી કરતા લફરાબાજ પતિને જાહેરમાં જ સબક આપવો જરૂરી હતો એટલે જ લાફા માર્યા છે. પીડિત પત્ની લોકોના ઘરોમાં જઈને ઘરકામ કરે છે. તેમની આર્થિક પરિસ્થિતિથી સારી નથી. બે સંતાનોની માતા છે. પતિ વોચમેન છે. દિવાળીમાં પતિ મોબાઈલ પર વીડિયો કોલિંગ પર કોઈ સ્ત્રી સાથે મસ્તી કરતા હતા. બાળકો અંગે પતિને ટપારતાં પતિનો પીત્તો ગયો હતો અને ઢોર માર માર્યો હતો. આ અંગે દર્શનાબેનને જાણ થતાં તેઓ પીડિતાના ઘરે પહોચ્યા હતા. તેમજ સાચી હકિકત જાણ્યા પછી પતિને સબક શીખવાડ્યો હતો. 


સુરતઃ બસમાંથી થુંકવા જતા નીચે પટકાયેલા યુવકનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. યુવક નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. અંબેટા ગામ લગ્નમાં ગયો હતો ત્યાંથી પરત આવતી વખતે બસમાંથી થુંકવા જતા નીચે પડી ગયો હતો. 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે  તેને મૃત જાહેર કર્યો હતો. વ્યક્તિ છૂટક કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. યુવકનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 

 

આ અકસ્માતમાં મોતને ભેટેલ યુવકનું નામ ભુપેન્દ્ર કરશન સુરતી છે. ચાલુ બસે ગુટખા થૂંકવા જતા નીચે પડી ગયો હતો. બૂમાબૂમ થઈ જતા તાત્કાલિક બસ ઉભી રાખી બધા દોડી ગયા હતા. ગંભીર ઇજા થતાં તેને 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ભુપેન્દ્ર સુરતી ડાયવોર્સી હતો. તેને એક 12 વર્ષનો દીકરો છે. માતા અને નાના ભાઈ-ભાભી સાથે રહેતો હતો. લુમ્સ ખાતામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો.