Surat: સુરતમાં પતિએ પત્નીની હત્યાની કરી હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના સ્યાદલામાં પતિએ આડા સંબંધોની શંકાના આધારે પત્નીની હત્યા કરી હતી. અન્ય પુરૂષ સાથેના પ્રેમ સંબંધથી કંટાળીને રાજદીપ શર્મા નામના આ વ્યક્તિએ પોતાની જ પત્નીને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.


પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક મહિલાને અન્ય વ્યક્તિ સાથેના પ્રેમ સંબંધથી બંન્ને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. હાલ તો ઓલપાડ પોલીસે આરોપી પતિ રાજદીપ શર્માની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.


થોડા દિવસ અગાઉ સુરતના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યો સુસાઇડ કરીને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઇ હતી. પિતાએ પહેલા  પોતાના બાળક અને પત્નીને ઝેરી દવા આપી બાદ પોતે પણ  ગળેફાંસો લગાવીને જીવન ટૂંકાવી દીધું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ આ પરિવાર પરપ્રાતિય છે. અને પરિવાર સુરતના લીંબયત વિસ્તારમાં રહેતો હતો. વિસ્તારમાં પરપ્રાંતિય પરિવાર રહેતું હતુ. મૃતકોમાં 38 વર્ષીય સોમેશ ભિક્ષાપતી, પત્ની નિર્મલા અને 7 વર્ષના દીકરા દેવઋષિનો સમાવેશ થાય છે.  પઘાત પહેલા પરિવારે તેલુગુ ભાષામાં વિડીયો પણ બનાવેલ છે. સમગ્ર ઘટનાને લઇને હજું સુધી આપઘાતનું સ્પષ્ટ  કારણ સામે નથી આવ્યું છે.  આપઘાત પહેલા તેમણે તેમના પરિવારના ફોટો અને વીડિયો બનાવીને તેમના ભાઇને મોકલ્યો હતો. પ્રાથમિક તપાસમાં બંને ભાઇઓ વચ્ચે મનમુટાવના કારણે આ પગલુ ભર્યાંનું સામે આવ્યું છે. પોલીસને ઘટનાસ્થળેથી કોઇ સુસાઇડ નોટ પણ હજુ સુધી મળી નથી. જેવી પોલીસ જુદી જુદા દિશામાં તપાસ કરીને કારણો જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે.