'મૈં આત્મહત્યા કરને અભી જા રહા હું', યુવકનો સૂસાઇડ પહેલાનો વીડિયો આવ્યો સામે, કોની સામે લગાવ્યા આક્ષેપ?
ઓલપાડના સાયણના યુવકે આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. આપઘાત કરવા પહેલા યુવકે બનાવ્યો વીડિયો હતો. વીડિયોમાં પોતાની પત્ની, સાળી, સાસુ, સસરાના નામનો ઉલ્લેખ કર્યો છે.

સુરતઃ ઓલપાડના સાયણના યુવકે આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. આપઘાત કરવા પહેલા યુવકે બનાવ્યો વીડિયો હતો. વીડિયોમાં પોતાની પત્ની, સાળી, સાસુ, સસરાના નામનો ઉલ્લેખ કર્યો છે. સાસરિયાઓ રૂપિયા માંગી ત્રાસ આપતા હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કર્યો હતો. યુવકે પોતાના મોટા ભાઈને વીડિયો વોટ્સએપ કર્યો હતો.
ટ્રેન્ડિંગ




વીડિયો મોકલ્યા બાદ ગણતરીની મિનિટમા જ ટ્રેન નીચે પડતું મૂક્યું. મૂળ મહારાષ્ટ્રના ત્રમ્બક કેશવ નામના યુવકે ટ્રેન નીચે પડ્યું મૂકી આપઘાત કર્યો. પોલીસે પત્ની સહિત સાસરીયા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વડોદરામાં વધુ એક યુવતી હત્યાથી ખળભળાટ, 19 વર્ષીય યુવતીની કેવી હાલતમાં મળી આવી લાશ?
વડોદરાઃ ડભોઇ તાલુકાના મંડાળા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી હત્યા કરેલ 19 વર્ષીય યુવતીની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીના પિતા અને પરીવાર સાથે પિશાઈ રોડ ઉપર આવેલ કૂવા ઉપર રહી ખેત મજૂરી કરતી હતી. ગત બપોરના યુવતી તેની મોટી બહેનને બાથરૂમ જઇ આવું એમ કહી બીજા ખેતર તરફ ગઈ હતી.
યુવતી પરત ન આવતા પરીવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બીજા દિવસે યુવતીની મોટી બહેન દ્વારા મંડાળા ગામની સીમમાં આવેલ ખેતરમાં મૃત હાલતમાં યુવતીને જોતાં પરિવારને જાણ કરી હતી. પોલીસને જાણ કરતાં મૃત હાલતમાં પડેલ યુવતીનું ગાળામાં ઓઢણીનો ફંડો બનાવી ગળું દબાવી હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
જયારે યુવતીના નીચેના વસ્ત્રો ખુલ્લા હોય દુષ્કર્મની પણ આશંકા સેવાઇ રહી છે. હાલ પોલીસ દ્વારા પી.એમ.ની કાર્યવાહી હાથ ધરી હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ તેમજ હત્યા કરનાર અજાણ્યા ઈસમને શોધવા ચક્રો ગતિમાં કર્યા છે. પોલીસ દ્વારા ડોગ સ્કવોડ તેમજ એફ.એસ.એલ.ની પણ મદદ લેવામાં આવી છે.