સુરતઃ રાજ્યમાં હાલ, સુરતમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે, ત્યારે સુરતમાં IPS હરેકૃષ્ણ પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ કર્યા છે. સુરતમાં OSD તરીકે હરેકૃષ્ણ પટેલ સેવા આપે છે. એટલું જ નહીં, હરેકૃષ્ણ પટેલના કમાન્ડો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
સુરતમાં ત્રીજા IPS અધિકારી કોરોનાથી સંક્રમિત થયાના અહેવાલ છે. સુરતમાં કોરોનાના કેસો વધવાના કારણે ઘણા મોટા વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. આ કન્ટેન્મેન્ટ ઝોનની સુપરવિઝનની જવાબદારી આઈજી હરેકૃષ્ણ પટેલને સોંપાઇ હતી. આ વિસ્તારમાં કામ કરવાના કારણે તેઓ સંક્રમિત થયા હોવાનું મનાઇ રહ્યું છે. સુરતના આઈજી હરેકૃષ્ણ પટેલને કોરોના પોઝિટિવ હોવાના લક્ષણો દેખાતા તેમણે રિપોર્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ ક્વોરેન્ટાઈન થયા છે.
અગાઉ સુરત શહેરમાં પ્રોબેશનલ IPS સુશિલ અગ્રવાલ બંદોબસ્તમાં આવ્યા હતા ત્યારે તેમનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સુરતના મહિલા ડીસીપી વીધી ચૌધરીનો પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. હવે આઈજી હરેકૃષ્ણ પટેલનો કોરોના પણ પોઝિટિવ આવ્યો છે.
ગુજરાતના ક્યા ટોચના પોલીસ અધિકારીને કોરોના થતાં ગયા હોમ આઈસોલેશનમાં ? જાણો કઈ રીતે લાગ્યો ચેપ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jul 2020 09:56 AM (IST)
સુરતમાં IPS હરેકૃષ્ણ પટેલ કોરોના સંક્રમિત થયા છે. એટલું જ નહીં, હરેકૃષ્ણ પટેલના કમાન્ડો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -