સુરત: ગુજરાતમાં હાલ સુરત કોરોનાનું એપી સેન્ટર બન્યું છે, ત્યારે વધુ એક કોરોના વોરિયર્સનું મોત થયું છે. નવી સીવીલ હોસ્પિટલમાં હેડ નર્સ બાદ નર્સિંગ સ્ટાફનું મોત થયું છે. નવી સિવિલ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ સુનીલ નિમાવતનું મોત થયું છે. કોરોના પોઝિટિવ આવતા શહેરની પ્રાઇવેટ યુનિક હોસ્પિટલ ખાતે ઘણા દિવસથી દાખલ હતા.
1 મહિના પહેલા તાવ, શરદી અને ખાંસી હોવાથી હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારબાદ ઓક્સિજન લેવલ ઘટી જવાથી આઈસીયુમાં હતા. છેલ્લા દસ દિવસથી વેન્ટિલેટર પર હતા, તેઓને પ્લાઝમા થેરાપી પણ આપવામાં આવી હતી. સુનિલ નિમાવતે સેન્ટરમાં પણ ફરજ બજાવી હતી. તેમજ આ કોરોના પોઝિટિવમાં ફરજ બજાવી હતી.
તેમજ બીજા રાઉન્ડમાં સ્ટેમ સેલ બિલ્ડિંગમાં પોઝિટિવ વોર્ડમાં ફરજ પર હતા. ચાર દિવસ બાદ તેઓને અચાનક તાવ, શરદી અને ખાંસી થતા દાખલ કરવામાં આવ્યા હતા. નર્સિંગ એસોસિએશન ઘેરા દુઃખની લાગણી અનુભવે છે. હાલ યુનિક હોસ્પિટલ ખાતે નર્સિંગ પરિવારના સદસ્યો અને તેમના પરિવારજનો ૧૦.૩૦ કલાકે અંતિમ વિદાય આપશે.
સુરતમાં સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફનું કોરોના સામેની એક મહિનાની લડત પછી નિધન, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jul 2020 10:55 AM (IST)
નવી સિવિલ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ સુનીલ નિમાવત 1 મહિના પહેલા તાવ, શરદી અને ખાંસી હોવાથી હોસ્પિટલમાં દાખલ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -