સુરતઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશની ચૂંટણીમાં ઉમેદવારી માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે શનિવારે કોંગ્રેસમાં અસંતોષ ફાટી નિકળ્યો હતો. કોંગ્રેસે યુવા નેતાઓને ટિકિટ ના આપતાં ઘણા સીનિયર નેતા પણ ભડક્યા હતા અને  કોંગ્રેસના સીનિયર નેતા શંભુભાઈ પ્રજાપતિ કાર્યકરોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ કાર્યાલય પર ધરણાં પર બેઠા હતા. આ ઉપરાંત નારાજ કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસમાં તોડફોડનો પ્રયાસ કર્યો હતો.

સુરત કોંગ્રેસના સિનિયર નેતા અને માજી પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિ કોંગ્રેસના કાર્યકરોને અન્યાય થઈ રહ્યો હોવાનું જણાવીને કાર્યાલય સામે ધરણા પર બેઠા હતા. ટિકિટ ફાળવણીમાં બાકાત રહેલા કેટલાક કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ નો પ્રયાસ કર્યો હતો અને આ  કાર્યકરોએ માજી પ્રમુખ હસમુખ દેસાઈએ ટિકિટ વેચી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ફોન કરીને ઉમેદવારીપત્રક ભરવા જણાવ્યા બાદ કપાયેલા દાવેદારોએ સુરત કોંગ્રેસ ઓફિસ પર હલ્લો મચાવ્યો હતો.



નાનપુરા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભેગા થયેલા અસંતુષ્ટ કાર્યકરોએ પક્ષના નેતાઓ પર ટિકિટ વેચીને પક્ષના પાયાના કાર્યકરોને બાજુએ મૂકીને આયાતી ઉમેદવારોને ટિકિટ આપી હોવાનો આક્ષેપ કર્યો હતો.

મોદી સરકાર સરકારી વિભાગોમાં 8 લાખ જગ્યાઓ પર પરીક્ષા વિના જ કરશે સીધી ભરતી ? જાણો સરકારે શું કહ્યું ? 

Surat:તુષાર ચૌધરીએ PAASના ક્યા નેતાની ટિકિટ કપાવીને પોતાના ક્યા માણસને ટિકિટ અપાવતાં થયો ભડકો ?