કથીરિયાના આ દાવાને સુરતમાંથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ખોટો ગણાવીને ઉમેદવારી પાછી ખેંચવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. કુંભાણીએ દાવો કર્યો કે, સુરતમાં કોંગ્રેસે 35 પાટીદારોને ટિકિટ આપી છે ત્યારે અમે ફોર્મ પાછાં ખેંચીને ભાજપને ફાયદો નહીં થવા દઈએ. તેમણ કહ્યું કે, અમે બધા સાથે મળીને ઐઆ મામલાને શાંત પાડીશું અને ગયા વખતે થયેલી ભૂલને નહી દોહરાવીએ.
કોંગ્રેસે વોર્ડ નંબર ત્રણમાં પાસના કન્વીનર ધાર્મિક માલવીયાને ટિકિટ આપી હતી પણ માલવિયાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. પાસના અગ્રણીઓએ સીધી જાહેરાત કરી હતી કે ધાર્મિક માલવિયા સાથે 10 થી વધુ ઉમેદવારો ઉમેદવારીપત્રક પાછા ખેંચશે. કોંગ્રેસના હાર્દિક પટેલ સિવાયના કોઈપણ નેતાને વરાછામાં સભા કરવા નહીં કરવા દેવાય એવો પડકાર ફેંક્યો છે.