સુરત:  સુરત(Surat)ના લિંબાયતમાં લૂંટની ઘટના બની છે. લિંબાયતમાં મીઠીખાડી કમરૂનગરમાં એ.બી.જવેલર્સમાં લૂંટનો પ્રયાસ થયો છે. જ્વેલર્સ દુકાનદારની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્રાહક તરીકે દુકાનમાં પ્રવેશી  લૂંટારુાએ દુકાનદારની આંખમાં મરચાની ભૂકી નાખી હતી અને સોનાનાં દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો. જો કે દુકાનદારે બુમાબુમ કરતા લૂંટારુઓ સોનાના દાગીના છોડી ભાગી છૂટ્યા હતા. લૂંટના પ્રયાસની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.


આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. એક લૂંટારો શખ્સ ગ્રાહક બનીને આવે છે અને જવેલર્સની શોપમાં વિવિધ દાગીના ખરીદવા માટે દાગીના જોવાનો ઢોંગ કરે છે. પોતાનો ઇરાદો પાર પાડવા તે યોગ્ય સમયની રાહ જુએ છે અને વેપારીને વધુ ઘરેણાં બતાવવા કહે છે. જેવી તક મળે કે તરત જ તે તેના ખિસ્સામાં હાથ નાખે છે અને તેમાંથી મરચાની ભૂકી કાઢી વેપારીની આંખમાં નાખે છે  અને દાગીના તફડાવી ભાગવાનો પ્રયાસ કરે છે. જો કે વેપારીએ ચશ્માં પહેર્યા હોવાથી આંખમાં મરચું જતું નથી અને તેણે સતર્કતા દાખવી લૂંટારૂનો પીછો કર્યો અને બુમાબુમ કરી મૂકી હતી. પકડાઈ જવાના ડરથી લૂંટારૂ દાગીના મુકીને પલાયન થઇ ગયા હતા.


દિવાળી નજીક આવતાં જ ચોર લૂંટારૂઓ સક્રિય થઈ ગયા છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ધોળા દિવસે જ્વેલર્સને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગ્રાહકના સ્વાંગમાં આવેલા ઈસમે દુકાનદાર પાસે દાગીના જોઈને વાતોમાં રાખીને મરચાની ભૂકી નાખી હતી. 


બે દિવસ બાદ પુષ્ય નક્ષત્ર છે. ત્યારે તે અગાઉ જ ખરીદીને ધ્યાનમાં રાખીને જ્વેલર્સ દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે. ત્યારે લિંબાયતમાં મીઠિ ખાડી વિસ્તારમાં આવેલા એ બી જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં દાખલ થયેલા લૂંટારૂએ મરચાની ભૂકી છાંટીને દાગીનાની ટ્રે લઈને નાસી જવાની કોશિષ કરી હતી. જો કે, દુકાનદારે ઝપાઝપી કરતાં આસપાસ હોબાળો મચી ગયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.