Surat Love Jihad News: સુરતમાં ફરી એકવાર લવ જેહાદનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. એક મુસ્લિમ યુવકે ફરી એકવાર હિન્દુ નામ ધારણ કરીને હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અને બાદમાં ગર્ભવતી બનાવી હોવાની ફરિયાદ દાખલ થઇ છે. આ ઘટના સુરતના મહુવામાં ઘટી છે, અહીં ફયાઝ રફીક નામના મુસ્લિમ યુવકે જૈનીશ નામનું હિન્દુ યુવકનું નામ ધારણ કર્યુ હતુ, અને બાદમાં ધોરણ 10માં ભણતી હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધો બાંધ્યા હતા, બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધીને હિન્દુ યુવતીને ગર્ભવતી પણ બનાવી દીધી હતી. પોલીસ ફરિયાદ આરોપ છે કે, મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને ગર્ભવતી બનાવ્યા બાદ દવા પીવડાવી ગર્ભપાત કરાવી દીધો હતો, એટલુ જ નહીં મૌલવીને બોલાવી નિકાહ પણ પઢી લીધા હતા.
સુરતમાં કઇ રીતે બની લવ જેહાદની ઘટના ફરી એકવાર સુરતમાં બનેલી લવ જેહાદની ઘટનાથી પોલીસ ચોંકી ઉઠી છે. જેમાં વિધર્મી યુવક દ્વારા હિન્દુ નામ ધારણ કરીને હિન્દુ યુવતી સાથે શારીરિક શોષણ કર્યુ હતુ. ઘટનાની વિગતો એવી છે કે, સુરતના મહુવામાં રહેતી એક યુવતીને દસ વર્ષ પહેલા એક વિધર્મી યુવકે પોતાનું નામ જૈનિશ હોવાનો પરિચય આપ્યો હતો. જે બાદ આ વિધર્મી યુવક ફયાઝે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. આ દરમિયાન યુવતીના ઘર પાછળ તેની સાથે અવારનવાર શારીરિક સંબધ પણ બાંધતો હતો. જે કારણે યુવતી ગર્ભવતી થઈ જતા તેણે ગર્ભપાત પણ કરાવ્યો હતો. આ દરમિયાન યુવતી સાથે આ યુવકે યુવતી સાથે લગ્ન કરવાનું નાટક પણ કર્યું હતું. તેણે દાઢીવાળા મૌલવીએ તેમના લગ્ન કરાવ્યા હતા. આ યુવકે યુવતીને શરૂઆતમાં જણાવ્યું હતું કે, તું મને ખુબ ગમે છે, હું તારા વગર જીવી નહીં શકું, હું તને ખુબ પ્રેમ કરું છું, હું તારી સાથે જ લગ્ન કરીશ. જે કારણે યુવતી ભોળવાઈ ગઈ હતી. ફરિયાદી યુવતી સાથે આ વિધર્મી યુવકે યુવતીના ઘરના પાછળના ભાગમાં અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સાથે આ યુવકે પીડિતાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ પીડિતા દલિત હોવાના કારણે પોલીસે ગુનામાં એસસીએસટી એક્ટની કલમો પણ ઉમેરી છે.