સુરતઃ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ યુવતીએ કાસ્ટિંગ કાઉચના આરોપ લગાવ્યા છે. મિત્તલ સોલંકીને ફોટોશૂટ માટે યોગી ચોક બોલાવી હતી. જ્યાં ડ્રેસચેન્જ રૂમમાં પ્રોડ્યુસર JDએ 3 વ્યક્તિ સાથે ફિઝિકલ રિલેશન બાંધવા જણાવ્યું હતું. 1 વ્યક્તિના 70 હજાર રૂપિયા મળશે, તેવું JD એ જણાવ્યું હતું. એટલું જ નહીં, હિડન કેમેરાથી વીડિયો કલીપ બનાવી હોવાનો આરોપ લગાવ્યો હતો. 


આ યુવતી મીડિયા સમક્ષ આવી છે અને તેમણે પોતાને થયેલા ખરાબ અનુભવને લોકો સામે લાવવાની હિંમત બતાવી છે અને આવા હવસખોરોને લોકો સામે ખુલ્લા પાડવાનો પ્રયાસ કર્યો છે. 


આ અંગેની વધુ વિગતો એવી છે કે, સુરતમાં એકલી રહેતી 39 વર્ષીય યુવતીને વેબ સિરીઝમાં કામ કરવા દબાણ કરી કતારગામના યુવાને પોતાની સરથાણા યોગી ચોક સ્થિત ઓફિસે ફોટોશૂટ વખતે જ 3 વ્યક્તિને સાથે લાવી તેમની સાથે શારીરિક સંબંધ બાંધવાનું કહેતા યુવતીએ ઇનકાર કરી દીધો હતો અને કરાર તોડી નાંખ્યો હતો. આથી ઉશ્કેરાયેલા યુવાને મહિલાને સુરતમાં નહીં રહેવા દઉં અને ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. 


થોડા દિવસ પહેલા મોબાઇલ પર એક ફોન આવ્યો હતો. સામેથી જે.ડી. બોલું છું, તમારે વેબ સિરીઝમાં કામ કરવું પડશે, તેમ કહેતા યુવતીએ તેમને ઓળખતી ન હોવાનું જણાવ્યું હતું. આથી તેમણે મારી સાથે ફિલ્મી હસ્તીઓ કામ કરે છે, તમારે કરવું પડશે, તેમ કહીને કામ કરવા માટે દબાણ કર્યું હતું. 


યુવતીએ જણાવ્યું હતું કે, ગત પહેલી તારીખે જેડી તેના ઘરે આવ્યો હતો અને પોતાની યોગીચોક ખાતે આવેલી ઓફિસમાં લઈ ગયો હતો. જ્યાં બે પુરુષો અને મહિલા હાજર હતા. યુવતી અહીં ફોટોશૂટ કરાવતી હતી ત્યારે જ જે.ડી. ત્રણ વ્યક્તિ સાથે આવી ગયો હતો. તેમની સાથે શરીરસંબંદ બાંધવાની ઓફર કરી હતી. આ માટે 70 હજાર રૂપિયાની ઓફર કરી હતી. યુવતીએ જે.ડી. પટેલ ઉર્ફે જયદીપ ડભોઇયા સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.