સુરતઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 120માંથી 93 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવનાર ભાજપે મેયર સહિતના હોદ્દા પર પસંદગી માટેની ક્વાયત હાથ ધરી છે. આ ક્વાયતના પગલે મેયર સહિત 4 મહત્વના હોદ્દા માટે 6 નામો પર સર્વસંમતિ સધાઈ હોવાની માહિતી ભાજપનાં સૂત્રોએ આપી છે.
ભાજપમાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે હેમાલી બોઘાવાલા, દર્શીની કોઠીયા, દિનેશ જોધાણી, અમિત રાજપૂત પરેશ પટેલ અને રાકેશ માળીના નામો પર સર્વસંમતિ સધાઈ છે. આ 6 નેતામાંથી 4 નેતાની 4 મહત્વનના હોદ્દા માટે પસંદગી ની સંભાવના છે પણ ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં આખરી નિર્ણય લેવાશે.
સુરતી અને પાટીદારમાં મેયર અને ડેપ્યુટી મેયર પદ વહેંચાશે. ભાજપનાં સૂત્રોએ જણાવ્યું કે, સુરતી પાટીદારની મેયર અને ચેરમેનપદે વરણી કરાશે. અમિત રાજપૂત શાશક પક્ષ ના નેતા બને તેવી શકયતા છે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદ માટે માટે પરેશ પટેલ અને દિનેશ જોધાણી રેસમાં છે.
Surat: ભાજપમાં મેયર સહિતના મહત્વના ચાર હોદ્દા માટે ક્યા નેતાઓના નામ પર સધાઈ સર્વસંમતિ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Mar 2021 10:32 AM (IST)
ભાજપમાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે હેમાલી બોઘાવાલા, દર્શીની કોઠીયા, દિનેશ જોધાણી, અમિત રાજપૂત પરેશ પટેલ અને રાકેશ માળીના નામો પર સર્વસંમતિ સધાઈ છે.
ફાઇલ તસવીરઃ હેમાલી બોઘાવાલા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -