સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનની એંટ્રી અને વધતા જતા કોરોનાના કેસને લીધે સ્થાનિક પ્રશાસન ચિંતાતુરની સાથે સતર્ક થઈ ગયું છે. સ્થાનિક પ્રશાસને લોકોને ભીડભાડવાળા સ્થળો પર બને ત્યાં સુધી ભેગા ન થવાની અપીલ કરી છે. સાથે જ માસ્ક પહેરવાની સૂચના આપી છે.


સાથે જ કડક કાર્રવાઈ કરતા શનિવારે અને રવિવારે શહેરના મોલ-ડિપાર્ટમેંટલ સ્ટોર, ખાણીપીણીના સ્ટોલને બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. તો ડુમસ બીચ પણ સહેલાણીઓ માટે બંધ કરીને પોલીસે બેરિકેડ મુકી દીધા છે.

એટલુ જ નહી રાજ્ય સરકારે શાળા-કોલેજો શરૂ કરવાની મંજૂરી તો આપી દીધી છે. પરંતુ શાળા-કોલેજોમાં કોવિડ 19ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થઈ રહ્યુ હોય તેમ જાણવા મળી રહ્યું છે. જેના કારણે શાળા કોલેજોમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

સુરતમાં શાળા કોલેજો શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો મળીને કુલ 55 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને હવે શાળા કોલેજોમાં પણ રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.