Surat News: સુરતમાં વધુ એક અકસ્માતની ઘટનાથી લોકોમા ફફડાટ ફેલાયો છે, સુરતના કામરેજના ખોલવડના અમૃત ઉદ્યોગનગરમાં એક કામદારની વીજ શોક લાગતા મોત થયુ છે. કામદારે સવારે બ્રશ કરતી વખતે વીજ વાયર પકડી લેતા કરંટ લાગ્યો અને મોતને ભેટ્યો હતો, બાદમાં મીલમાં આગ લાગી હતી, હાલમાં પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરતમાં વીજ કરંટની ઘટનાથી તમામ લોકો આશ્ચર્યચકિત થયા છે, એક કામદારનું વીજ કરંટથી મોત થયુ છે, આ ઘટના સુરતના કામરેજ વિસ્તારમાં ઘટી છે. ઘટનાની વિગતો અનુસાર, કામરેજના ખોલવડના અમૃત ઉદ્યોગનગરમાં આવેલી એક મીલનો કામદાર સવારે બ્રશ કરી રહ્યો હતો, આ દરમિયાન તેને ચાલુ વીજ લાઇનનો વાયર પકડી લીધો હતો, વાયર હાથમાં આવતા જ કામદારને વીજ શોક લાગ્યો અને ઢળી પડ્યો હતો. મીલમાં આગ પણ લાગી હતી, આ સમગ્ર મોતની ઘટના મિલમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી. હાલમાં કામરેજ પોલીસે આ અકસ્માતની નોંધ લઇને તપાસ શરૂ કરી છે.  

મહેસાણામાં 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, યુવકે લગ્નની લાલચ આપીને રાત્રે બોલાવી હતી મળવા

રાજ્યમા એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે, વધુ એક ઘટના મહેસાણા જિલ્લામાંથી સામે આવી છે, અહીં એક સગીરા પર દુષ્કર્મ આચરાચું હોવાની ઘટના લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે, ફરિયાદ અનુસાર, 14 વર્ષીય સગીરાને એક યુવકે લગ્નની લાલચ આપીને મળવા બોલાવી હતી, આ દરમિયાન તેને અવાવરૂ જગ્યાએ લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતુ. જોકે, મોડી રાત સુધી સગીરા ઘરે પરત ના આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. બાદમાં સગીરા મળતા તેને યુવકની કરતૂત અંગે પરિવારને જાણ કરતાં લાંઘણજ પોલીસ સ્ટેશનમાં યુવક સહિત બે શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.