Surat News: રાજ્યમાં ઠેર ઠેર નવરાત્રિના ગરબાની રમઝટ જામી છે, આ વખતે રાજ્યમાં ઠેર ઠેર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકળો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. આ બધાની વચ્ચે સુરતમાંથી એક વિધર્મીને ગઇ કાલે નવરાત્રિ ગ્રાઉન્ડ પરથી ગરબા રમતા પકડી પાડ્યો હતો. આ પછી તેની ધૂલાઇ કરવામાં આવી હતી, ખાસ વાત છે કે, મુસ્લિમ યુવક કપાળમાં ચાંદલો અને માથામાં સાફો પહેરીને ઓલપાડના ગરબા મંડપમાં ઘૂસ્યો હતો.
હાલમાં જ માહિતી મળી રહી છે કે, સુરતમાંથી વિધર્મી પકડાયાની વાત સામે આવી છે. સુરતના ઓલપાડના કીમ ગામે ગઇ રાત્રે એક ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમતો એક વિધર્મી યુવક ઝડપાયો હતો.
વિધર્મી યુવકે ગરબા ઘૂમતી વખતે પોતાના કપાળમાં ચાંદલો અને માથા પર સાફો પણ બાંધેલો હતો, જ્યારે આ વાતની જાણ ઓલપાડ તાલુકાની VHP અને બજરંગ દળની ટીમને થઇ તો તેમને તરતજ ગરબા મંડપમાંથી વિધર્મી યુવકને ઝડપી પકડી પાડ્યો હતો અને ધુલાઇ કરી હતી.
પકડાયેલા વિધર્મી યુવક પાસેથી 178 નંબરનો ગ્રાઉન્ડ એન્ટ્રી પાસ પણ મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં લવ જેહાદના કિસ્સામાં સતત સામે આવી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ઠેર ઠેર બજરંગ દળ અને VHPની ટીમો દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
તમારા છોકરાઓને સુધારો નહીં તો અમે મસ્જિદમાં ઘૂસીને હનુમાન ચાલીસાના પાઠ કરીશું: સુરેન્દ્ર જૈન
અમદાવાદમાં બજરંગ દળ શૌર્ય યાત્રાના સમાપન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈનએ સ્ફોટક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મુસ્લિમ સમાજને આહવાન કરું છું કે તમારા સમાજના યુવાનોને સુધારો, જો આમ ન કર્યું તો આ મારી ચેલેન્જ છે કે અમે તમામ મસ્જિદોમાં ઘૂસીને હનુમાન ચાલીસાના પાઠ કરીશું. અમારી યાત્રામાં પથ્થરમારો કરનારા ખાસ સાંભળી લેજો. સુરેન્દ્ર જૈનએ વધુમાં કહ્યું કે, આપ સહુનો કરણેશ્વર મહાદેવની નગરી કર્ણાવતીમાં સ્વાગત છે. અમદાવાદ ગુલામીની નગરી છે. અહમદ લૂંટારો હતો,સ્ત્રીઓનું શોષણ કરતો હતો. આવું નામ તમામ લોકોને શરમ આપનારું છે. અમદાવાદ નામ મંજુર નથી,આ નામ જેહાદનું પ્રતીક છે. અત્યાચારને યાદ અપાવનારું પ્રતીક છે. જ્યાં સુધી આ નામ રહેશે ત્યાં સુધી ગોળ ટોપી વાળા અને ટૂંકા લેંઘા વાળા આપણું અપમાન કરશે.
હવે ગુજરાતમાં લવ જેહાદ વિરોધી કાયદો બન્યો છે. VHP મુસ્લિમ વિરોધી નથી એ વાત સ્પષ્ટ કરી દઉં છું. કોઈને હિન્દુત્વના દર્શન કરવા હોય તો આવો ગુજરાત. તમામ બાજરંગીઓને આહવાન છે કે નવરાત્રીમાં જઈને આધાર કાર્ડ તપાસ કરો.આધારકાર્ડમાં હિન્દૂ ન હોય તેને પ્રવેશ ન આપો. કોઈ ગોળ ટોપીઓ નવરાત્રીના પ્લોટમાં ન જોઈએ. જનજાતિ સમાજ હિન્દુઓનું ગૌરવ છે,હતું અને રહેશે.
ભારતમાં અબ્દુલ કલામ પણ થઈ ગયા. એ તમારા ઉપર છે કે તમે બાબરને આદર્શ માનો છો કે નહીં. ગણેશ પંડાલમાં આ જ શહેરમાં માંસના ટુકડા નાખવામાં આવ્યા. ગુજરાતના મુસ્લિમોને આહવાન છે કે ગુજરાતીઓને મજબુર ન કરો. ગુજરાતીઓ મજબુર થાય છે તે તમે જોઈ ચુક્યા છો. હિંદુઓ ક્યારેય વહેંચાયા નથી કે નહી વહેંચાય. બજરંગદળની યાત્રા યુવાનોને તૈયાર કરી રહી છે.
ઈસાઈ મિશનરી,ધર્માંતરણ વિરોધમાં અમારી રેલીઓ નીકળી રહી છે. દક્ષિણ ગુજરાતના એક ગામમાં દીકરીની મા ને પાદરીએ ક્રોસીનના નામે ગોળી આપી. પણ એ ક્રોસીનની ગોળી ન હતી. ઈસાઈ મિશનરીઓનું મિશન બહુ જોરશોરથી ચાલી રહ્યું છે. મણિપુરમાં પણ આ જ લોકો છે. તમારા મંત્રોમાં તાકાત છે તો તમારા બળ ઉપર આગળ આવો. આમ સુરેન્દ્ર જૈનએ આકરા પ્રહારો કર્યા હતા.