સુરતમાં લાંચ કેસમાં AAP કાર્યકર અને વચેટિયાની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, AAPના શ્રવણ જોશી, એજન્ટ સંપત ચૌધરી પર સસ્તા અનાજના દુકાનદાર પાસેથી લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. લાયસન્સ રદ કરાવી દુકાન સીલ કરવાની ધમકી આપતા હતા. દુકાનદાર પર કાળા બજારીનો આરોપ લગાવી વીડિયો બનાવતા હતા. શ્રવણ જોશીએ સંપત ચૌધરી મારફતે દુકાનદાર પાસે લાંચ માંગ હતી. ગોડાદરા વિસ્તારમાં એક લાખની લાંચ સ્વીકારવાનો દાવો કરવામાં આવ્યો હતો. સંપત ચૌધરીએ સ્વીકાર કર્યો હતો કે શ્રવણના કહેવાથી હપ્તો લેવા ગયો હતો. અત્યાર સુધીમાં દોઢ લાખ રૂપિયા પડાવ્યા હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. લીંબાયત પોલીસમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી
સંપત ચૌધરીની એસઓજી પોલીસે અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં સંપતે સ્વીકાર કર્યો હતો કે શ્રવણ જોશીના કહેવા પર સરકારી અનાજની દુકાન પર હપ્તો લેવા જતો હતો. દર મહિને 25 હજારનો હપ્તો બાંધ્યો હતો. અત્યાર સુધી દોઢ લાખ લીધા છે. આમ આદમીનો કાર્યકર ગણાવતા શ્રવણ જોશી, સંપત ચૌધરી અન્ય અન્ય એક વ્યક્તિ સહીત ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી બદનામીની ધમકી આપી હતી. સસ્તા અનાજના દુકાનદાર પાસેથી ખંડણી વસૂલવાનો ગંભીર આક્ષેપ છે. લિંબાયત વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા વેપારી પાસેથી દર મહિને 50,000 તથા એક વખત 1 લાખ રૂપિયાની લાંચ માંગ્યાનો આરોપ છે. ગ્રાહકોને ઉશ્કેરી, દુકાનના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી લાયસન્સ રદ કરાવી દુકાન સીલ કરાવી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ લાગ્યો છે.
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ સુરતમાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફીસરને 1 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપ્યા હતા. સુરત ACBની ટીમે મુગલીસરાઈમાં આવેલી મુખ્ય કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવી ઉધના અને લિંબાયત ઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ રંગે હાથે લાંચ લેતા ઝડપાયા હતા. ફરિયાદીએ હોટલ માટે ફાયર સેફ્ટીનું સર્ટીફેકેટ મેળવવા અરજી કરી હતી. આ NOC આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઈશ્વર પટેલે 1 લાખની લાંચની માંગણી કરી હતી.