સુરત: પાંડેસરા વિસ્તારમાં હીરા ઉદ્યોગમા કામ કરતા અકાઉન્ટન્ટે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આપઘાત કરનાર યુવકા ખિસ્સામાંથી સૂસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં મારી પત્નીને મારો મૃતદેહ આપવો નહીં, લખી અકાઉન્ટન્ટ પતિએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે.
આપઘાત કરનાર યુવકનો મૃતદેહ બે ભાગમાં કપાયેલી હાલતમાં મળ્યો હતો. સુરત શહેરના પાંડેસરા નંદનવન રેલવે ઓવરબ્રિજ નીચે ઘટના બની હતી. અકાઉન્ટન્ટ હેમંત પટેલે સુસાઇડ નોટ ખિસ્સામાં લઈ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. મૃતક હેમંત પટેલે પારિવારિક ઝગડાને લઈ આપઘાત કર્યો છે. યુવકના આપઘાતથી પરિવારમાં માતમ છવાયો છે.