Surat News: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલી ઘટનાની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં સુરત શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ વખતે કાપોદ્રા વિસ્તારમાં આ અકસ્માત થયો છે જેમાં ચાર રસ્તા પાસે પાંચ લોકોને અડફેટે લીધા હતા. સાજન પટેલ નામના કાર ચાલકે પાંચ લોકોને અડફેટે હતા અકસ્માત બાદ સ્થાનિકોએ કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સુરતના કાપોદ્રામાં ગત રાત્રે નબીરાએ મુદ્રા સોસાયટી પાસે પુરપાટ કાર હંકારીને ત્રણ બાઈક સવાર અને 2 રાહતદરીને અડફેટે લીધા હતા. ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનાને પગલે અફરાતફરી સર્જાઈ હતી. અકસ્માતમાં બાઈક ચાલક 20 ફૂટ સુધી ઢસડ્યા હતો. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કાર સવાર સાજન ઉર્ફે સન્ની પટેલે પુરપાટ ઝડપે કાર ચાલવીને અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં વિવેક, કિશન હીરપરા, ઋષિત અને યશ નામના યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી.
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ શું કહ્યું ?
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિકની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, ટ્રાફિક પોલીસ મોટા અકસ્માત બાદ જ ડ્રાઈવ ચલાવે છે, આવા પ્રયત્નોથી અકસ્માત અટકશે નહીં. આ જે ઘટના બની છે તે અલગ ઘટના છે, દારૂ પીધા બાદ અકસ્માત થયો છે. પોલીસ દિવસના ડ્રાઈવ ચલાવી માત્ર નાના મણસો પાસે દંડ વસુલે છે. ટ્રાફિકના દંડ માટે કાયદામાં ફેરફાર કરવા મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને રજૂઆત કરવામાં આવશે. સ્પીડ લિમિટમાં પણ ફેરફાર કરવા રજૂઆત કરશે. ટ્રાફિક પોલીસ સામાન્ય અને નાના નાગરિક ને હેરાન કરવા નું બંધ કરો.
સુરતમાં આ ઘટના બાદ રાત્રિના સમયે અકસ્માત સર્જનાર નબીરા સાજન ઉર્ફે સન્ની પટેલે કહ્યું કે, 40-50ની સ્પીડમાં હતા એ લોકો, અચાનક જ આવી ગયા, જેમાં પબ્લિક મને માર મારતી હતી જેથી મે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો. બે ટુવ્હીલર વાળા હતા. આ સાથે તેણે કહ્યું કે, હું ગાડી લે-વેચનો ધંધો કરું છું. મિત્રની બર્થ-ડે પાર્ટીમાં ખાલી એને મળવા ગયેલો બર્થ-ડે પાર્ટી પતી ગયેલી હતી. આ સાથે તેણે ઉમેર્યું કે, મને માર માર્યો છે 10 ટાંકા આવ્યા. આ સાથે કહ્યું કે, બીજા કોઇને ઇજા નથી થઇ. એમને માત્ર છોલાઇ ગયેલું. તેણે કહ્યું કે, હું સીધો જતો હતો અને એ ક્રોસમાં જતા હતા.