Surat News : સુરતમાં કેબલ સ્ટેઇડ બ્રિજ પર સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરીંગ સિસ્ટમ અને ફસાડ પ્રકારની લાઈટીંગ ઇન્સ્ટોલ કરવા ગત 28 જુલાઇથી 27 ઓગસ્ટ બ્રિજનો અડાજણથી અઠવા તરફનો ભાગ બંધ કરાયો હતો. હાલ ગણેશોત્સવને પગલે ઠેર ઠેર ટ્રાફિક થવા માંડતાં બ્રિજ ખોલી દેવાયો છે. જોકે, ફરી માત્ર અઠવાડિયા સુધી બ્રિજ બંધ રાખવો પડશે. બ્રિજની કામગીરી 28 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જવાનો પાલિકાને અંદાજ છે.


બ્રિજ બંધ કરીને રિપેરિંગ કરવા જેવું કામ પૂર્ણ થયું છે પરંતુ હજુ મરામતની કામગીરી એક મહિના સુધી ચાલશે,  જે માટે વાહન વ્યવહાર અવરોધાશે નહીં. કેટલીક કામગીરી મુશ્કેલ હોવાથી  1 મહિનો બ્રિજ બંધ રખાયો હતો, શક્યતા છે કે ફરી અઠવાડિયું બ્રિજ બંધ રાખવો પડી શકે છે. આ અંગેનો નિર્ણય 31 ઓગસ્ટ કે ગણેશોત્સવ બાદ કરવામાં આવશે.


કેબલ બ્રિજ પર 15 ઓગસ્ટે તિરંગાની લાઇટથી શણગારાયો હતો. ત્યારે બ્રિજના અડધા જ કેબલ પર લાઇટિંગ શરૂ કરાઇ હતી છતાં લોકોમાં ઘણું જ આકર્ષણ જામ્યું હતું. લાઇટિંગ જોવા લોકોના ટોળેટોળા ભેગા થઈ રહ્યા હતાં, પરંતુ આગામી અઠવાડિયા કે  દસ દિવસમાં તમામ કેબલોની લાઇટિંગ શરૂ થઈ જશે ત્યારે શહેરમાં નજરાણાં સમાન કેબલ સ્ટેઇડ બ્રિજનો નજારો જોવો વધુ આકર્ષક  રહેશે તેવું ઇજારદાર પરેશ પટેલે જણાવ્યું હતું.


સુરતમાં મુસ્લિમ પત્નીએ હિન્દૂ પતિને ખવડાવ્યુ ગૌમાંસ, પતિએ કર્યો આપઘાત 
સુરતના ઉધનામાં યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના બનતા પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી જાણકારી અનુસાર, સુરતમાં યુવક રોહિતને મુસ્લિમ પત્ની સોનમ અને તેના ભાઇ મુક્તાર અલીએ ગૌમાંસ ખવડાવી દેતાં આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. રોહિતે બે મહિના અગાઉ આપઘાત કર્યો હતો પરંતુ સુસાઇડ  નોટના આધારે આ અંગેનો ખુલાસો થયો હતો.


પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે રોહિતને મિલમાં સાથે કામ કરતી વખતે મુસ્લિમ યુવતી સોનમે રોહિતને ફસાવ્યો હતો. સોનમે રોહિતને પોતાના વશમાં કરીને પરિવારથી પણ અલગ કરી દીધો હતો.


યુવકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મારી પત્ની અને સાળાએ મારી નાખવાની ધમકી આપી ગાયનું માંસ ખવડાવી દીધું હતું, જેને કારણે આ પગલું ભર્યું છે. યુવકની માતાએ ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે મૃતકની પત્ની સોનમ જાકીર અલી અને તેના ભાઈ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પરિવારજનોએ કહ્યું હતું કે સોનમ મુસ્લિમ હતી અને તેના અગાઉ લગ્ન થયા હોવાની અમે રોહિતને લગ્ન ન કરવા માટે ના પાડી હતી પરંતુ રોહિત અમારી વાત માન્યો નહોતો અને સોનમ સાથે પ્રેમ લગ્ન કરી છેલ્લા એક વર્ષથી અલગ રહેતો હતો અને તેણે અમારી સાથે કોઈ સંબંધ પણ રાખ્યો ન હતો.