Surat News: સુરતમાંથી પોલીસ ડિપાર્ટમેન્ટ માટે શરમજનક ઘટના સામે આવી છે. સુરતમા દારૂબંધીના ઉડ્યા ધજાગરા ઉડ્યા છે. મળતી માહિતી પ્રમાણે, શહેરના દક્ષેશ્વર મંદિર નજીક અકસ્માત બાદ એક મારામારીની ઘટના ઘટી હતી. આ ઘટનામાં બીઆરટીએસના ડ્રાઇવરે પીસીઆર વાનનાને ટક્કર મારી હતી, આ પછી બન્ને વચ્ચે જોરદાર મારારમારી થઇ હતી. હવે આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને બન્ને વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.
માહિતી પ્રમાણે, સુરતમાં દક્ષેશ્વર મંદિર નજીક રાત્રિના સમયે એક અકસ્માત સર્જાયો હતો, બીઆરટીએસના બસ ડ્રાઇવરે રાત્રિના સમયે પીસીઆર વાનને પાછળના ભાગે ટક્કર મારી હતી, આ પછી પીસીઆર વાનના ખાનગી ડ્રાઇવરે બીઆરટીએસના ડ્રાઇવરને માર માર્યો હતો. બન્ને વચ્ચે જોરદાર બબાલ થઇ હતી. આ દરમિયાન પીસીઆર વાનનો ડ્રાઇવર દારૂ પીને નશાની હાલતમાં હતો અને તેને બબાલ કરીને બીઆરટીએસના ડ્રાઇવર સાથે મારામારી કરી હતી, એટલું જ નહીં પીસીઆર વાનના ડ્રાઇવરે રૌફ જમાવવા માટે ગાડી પર પોલીસની નેઇમ પ્લેટ પણ લગાવી હતી. બબાલ વધતા સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા અને બાદમાં પોલીસને બોલાવવી પડી હતી. ઘટના સ્થળે ઉધના પોલીસે પહોંચી હતી અને બીઆરટીએસ ડ્રાઇવર અને પીસીઆર વાનના ડ્રાઇવર બન્નેને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. ઉધના પોલીસે BRTS બસ ડ્રાઇવર અને PCRના ખાનગી ડ્રાયવર વિરૂદ્ધ દારૂ પીધેલી હાલતમાં હોવાની કાર્યવાહી કરી હતી.
સુરતમાં GSRTC બસે વધુ એકનો ભોગ લીધો, પાછળનું ટાયર ફરી વળતા 22 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત
સુરતમાં એસટી બસે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હતો. એસટી બસે મોપેડ ચાલકને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર સુરતના ઉધના વિસ્તારમાં એસટી બસ ચાલકે મોપેડ ચાલકને કચડ્યો હતો. એસટી બસ સાપુતારા-બાલાસિનોર રૂટની હતી. અકસ્માત સર્જી એસટી બસનો ચાલક ફરાર થયો હતો. મૃતકના ખિસ્સામાંથી ચિરાગ જૈન નામનું ઓળખ કાર્ડ મળી આવ્યું હતું. બસનું પાછળનું ટાયર મોપેડ ચાલક પર ફરી વળ્યું હતું.
સુરતમાં અન્ય એક ઘટનામાં પોલીસની PCR વાનના ડ્રાઈવરે ખાનગી ગાડીમાં પોલીસની પ્લેટ સાથે ધમાલ મચાવી હતી. ખટોદરા PCR વાનનો ડ્રાઈવર દારૂના નશામાં ઝડપાયો હતો. ઉધના-સચિન રોડ પર આ શખ્સે ધમાલ કરી હતી. BRTS-ખાનગી વાહન વચ્ચે ટક્કર બાદ ધમાલ મચાવી હતી. પોલીસ વડાના પરિપત્રનો ભંગ જોવા મળ્યો હતો. અનેક લોકો પોલીસ લખેલી પ્લેટ સાથે ગાડીઓ ફેરવે છે. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.