Surat News: સુરતમાં ચાલી રહેલા ઝઘડા પર મોટુ અપડેટ સામે આવ્યું છે, સુરતના માંગરોળમાં મિલ માલિક અને કામદારો વચ્ચે જોરદાર ઘર્ષણના સમાચાર છે, હવે કામદારોના ટોળાએ પોલસી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે. ઉગ્ર બોલાચાલી બાદ ટોળાએ અચાનક પોલીસ પર પથ્થરમારો કરી દીધો હતો, જોકે, આ મામલે પોલીસે સતર્કતા દાખવતા ટીયર ગેસના શેલ છોડીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. 


મળતી માહિતી પ્રમાણે, સુરતના માંગરોળના પીપોદરાની જીઆઇડીસીમાં કામદારો અને મિલ માલિકો વચ્ચે જોરદાર બબાલ ચાલી રહી છે, કામદારોનો દાવો છે કે, મિલ માલિકે કામદારને માર માર્યો હતો, કામદારો અને મિલ માલિક વચ્ચે પાળી બદલાય ત્યારે રજાઓની માંગ કરવામાં આવી રહી હતી, જે પછી મામલો બિચક્યો અને બન્ને જૂથો વચ્ચે જોરદાર ઘર્ષણ સર્જાયુ હતુ જેમાં પોલીસે દખલગીરી કરતા હવે પોલીસની ટીમ પર કામદારોના ટોળાએ હુમલો કર્યો છે, કામદારોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાની વાત સામે આવી છે. 


પોલીસ પર ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે, આ પછી પોલીસ દ્વારા 4 ટિયર ગેસના શેલ છોડાયા અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચાર જેટલી પોલીસની કારના કાચ પણ તૂટ્યા હોવાનું સામે આવ્યુ છે. આજે સવારથી જ અહીં કામદારોનું ટોળું હોબાળો મચાવી રહ્યું છે. ગઈકાલે મિલ માલિકો દ્વારા એક કામદારને માર મારવામાં આવ્યો હતો, જે પછી બન્ને વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. 


માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં કામદારોના હોબાળો ગઇકાલનો ચાલી રહ્યો છે, જોકે, પોલીસે આ પછી સ્થિતિને કાબુમાં લીધી હતી. કામદારો અહીં સતત હોબાળો મચાવી રહ્યાં છે. ગઈકાલે મિલ માલિકો દ્વારા એક કામદારને મારમારવામાં આવ્યો હતો. માર મરાયા પછી કામદારને સારવાર અર્થે નવી સિવિલ હૉસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે 2 મિલ માલિકોની અટકાયત પણ કરી હતી. નકલંગ ટેક્સટાઇલ નામની મિલના માલિકોએ કામદારને માર માર્યો હતો, છેલ્લા કેટલાય સમયથી કામદારોની સપ્તાહમાં પાળી બદલાય ત્યારે રજાની માંગ હતી. કામદાર અને મિલ મલિક વચ્ચે બોલાચાલી થતા મારમારાયો હતો, આ પછી સ્થિતિને કાબુ કરવા માટે મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો.