Surat News: સુરતવાસીઓને વધુ એક મોટી ભેટ મળવાની છે, તાજા સમાચાર પ્રમાણે, સુરતમાં દેશની સૌથી ઉંચી અને પહેલી APMC બનવા જઇ રહી છે. આ APMCમાં ખાસ આકર્ષણ પણ હશે, આ રેમ્પ સાથેની 20 ફૂટ ઉંચી દેશની પહેલી APMC હશે, જેને બનાવવામાં 125 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, અહીં 108 દુકાનો અને સૌથી કૉલ્ડ સ્ટૉરેજની પણ સુવિધા હશે. 


માહિતી પ્રમાણે, સુરતમાં દેશની સૌથી મોટી APMC બનશે, સુરતમાં રેમ્પ સાથેની 20 ફૂટ ઉંચી દેશની પહેલી APMC બનશે, જે 125 કરોડના ખર્ચે બનશે, 108 દુકાનો, કૉલ્ડ સ્ટૉરેજ ફૂલ્લી ફેસિલિટી હશે. વાર્ષિક 2600 કરોડનું ટર્નઓવર ધરાવતી સુરત APMCમાં 125 કરોડના ખર્ચે 20 ફૂટ ઉંચે 108 દુકાનો બનાવશે. આ એપીએમસીની ખાસિયત એ છે કે આમાં રેમ્પ બનાવાશે. આ રેમ્પથી શાકભાજી ભરેલા ટ્રકો 20 ફૂટ ઉપરની શૉપમાં ડાયરેક્ટ જઈ શકશે અને શાકભાજી ખાલી કરી શકશે. દેશના વિવિધ શહેરમાં પહેલા-બીજા માળ પર એપીએમસી છે, પરંતુ તેમાં રેમ્પની સુવિધા નથી. હાલ સુરતમાં અંદાજે 70 લાખથી વધારે વસ્તી છે, વર્ષ 2035 સુધીમાં વસ્તી 1 કરોડની ઉપર જશે, ત્યારે હાલની એપીએમસીમાં જગ્યા ઓછી પડશે ત્યારે વધતી જરૂરિયાતોને લઈ એપીએમસીનું એક્સપાન્શન કરાયું છે અને એક વર્ષમાં આ કામ પૂર્ણ થશે.


APMC વિસ્તૃતિકરણ કામ અંદાજે 12 મહિનામાં પૂર્ણ થશે 
સુરત એપીએમસીના ચેરમેન સંદિપ દેસાઈએ આ અંગે માહિતી આપતા જણાવ્યુ કે, સુરત વિશ્વના સૌથી ઝડપથી વિકસતું ચોથા નંબરનું શહેર છે, ભવિષ્યને ધ્યાને રાખી રોજિંદી શાકભાજીની જરૂરિયાતો પૂરી કરવા એપીએમસીનું એક્સપાન્શન કરાઈ રહ્યું છે.


40 ફૂટ લાંબા ટ્રકો પણ પાર્ક થઈ શકશે, 100 ફૂટ પહોળો રેમ્પ
સુરત એપીએમસી 1998માં શરૂઆત થઈ હતી, દોઢ લાખવાર જગ્યામાં નિર્માણ થયું હતું. નવી એપીએમસીમાં કૉલ્ડ સ્ટૉરેજને સુવિધા, 40 ફૂટ લાંબા ટ્રકો પણ પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા હશે અને 100 ફૂટ પહોળો રેમ્પ બનાવાશે.


શાકભાજી ભરેલા 200 ટ્રક ઉભા રહી શકે તેટલી મજબૂત 
20 ફૂટ ઉપર એપીએમસી છે, આ એપીએમસીમાં શાકભાજી સાથેના ટ્રકો ઉપર જશે. ત્યારે બાંધકામ મજબૂત રહે તે જરૂરી છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. શાકભાજી ભરેલા 200 ટ્રક ઉભા રહે છતાં એપીએમસીને નુકસાન થશે નહીં.