Surat News: લોકસભા ચૂંટણીમાં સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું  ફોર્મ રદ થયા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ  બિનહરીફ જાહેર થયા હતા. આમ, લોકસભા ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા લોકસભાની એક બેઠક ભાજપનાખાતામાં આવી હતી. જો કે, આ ઘટના બાદ નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતર્યા હતા અને સુરત) બેઠક પર ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિલેશ કુંભાણી વિરુદ્ધ રોષ ઠાલવ્યો છે.


સુરત કોંગ્રેસના મીડિયા કો-ઓર્ડિનેટર કલ્પેશ બારોટે નિલેશ કુંભાણીને ખુલ્લી ધમકી આપતાં કહ્યું, કુંભાણી આવતીકાલે બારડોલી લોકસભા ખાતે મતદાન કરવા જવાના છે એવી માહિતી મળી છે.   નિલેશ કુંભાણી તારામાં જેટલી તાકાત હોય, જેટલું રક્ષણ લેવુ હોય એટલું લઈ લે. સુરતના કોગ્રેસના કાર્યકર્તા સહિત સુરતના મતદારો સામેની ગદ્દારીનું યોગ્ય વળતર આપવામાં આવશે.


કલ્પેશ બારોટે આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા સુરત કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ, નિલેશ કુંભાણી BJP નો એજન્ટ બનીને ભાજપ સાથે સોદાબાજી કરીને ફરાર થયેલ છે. પરંતુ, આવતીકાલે બારડોલી  લોકસભા બેઠક પર ચૂંટણી થવાની છે. ત્યારે અહીં નિલેશ કુંભાણીમતદાન કરવા આવવાના હોવાની માહિતી છે. સુરતના કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત સુરતના મતદાતાઓ સાથે જે ગદ્દારી કરી છે તેનું વળતર આવતીકાલે આપવામાં આવશે. કલ્પેશ બારોટની ધમકીને લઈ અરાજકતાનો માહોલ સર્જાયો છે.


સુરત લોકસભાના પૂર્વ કોંગ્રેસ ઉમેદવારના ટેકેદારો સામે પગલા લેવા સુરત પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. જેમાં નિલેશ કુંભાણીના ટેકેદારો અને કલેકટર સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકર્તાએ આ સમગ્ર મામલે ફરિયાદ કરી છે. નિલેશ કુંભાણીના ટેકેદારોની સહીના હોવાના એફિડેવિટ કરતા ફોર્મ રદ થયું હતું. અશોક સદાશિવ પીપળેએ ફરિયાદ છે, જ્યારે ઝમીર શેખના કહેવા મુજબ, ટેકેદારોની ફોર્મમા પોતાની જ સહી હતી. ટેકેદારો એ ડે.કલેકટર પાસેથી ફોર્મની સહીના પ્રમાણ પત્ર લીધા હતા. એક ડે.કલેકટર ફોર્મનીખરાઈ કરે અને કલેકટર ફોર્મ રદ્દ કર્યુ. સુરત પોલીસ કમિશ્નર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ છે.


આ પણ વાંચોઃ


જો નોટનો સીરીયલ નંબરનો ભાગ ફાટી જાય તો શું તેને બદલી શકાય છે?