Surat News: ગુજરાતની 25 લોકસભા સીટ પર આવતીકાલે મતદાન યોજાશે. સુરત બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થતાં આ બેઠક બિનહરિફ જાહેર થઈ હતી. સુરત લોકસભાના પૂર્વ કોંગ્રેસ ઉમેદવારના ટેકેદારો સામે પગલા લેવા સુરત પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. જેમાં નિલેશ કુંભાણીના ટેકેદારો અને કલેકટર સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી છે.
કોણે કરી છે ફરિયાદ
કોંગ્રેસના કાર્યકર્તાએ આ સમગ્ર મામલે ફરિયાદ કરી છે. નિલેશ કુંભાણીના ટેકેદારોની સહીના હોવાના એફિડેવિટ કરતા ફોર્મ રદ થયું હતું. અશોક સદાશિવ પીપળેએ ફરિયાદ છે, જ્યારે ઝમીર શેખના કહેવા મુજબ, ટેકેદારોની ફોર્મમા પોતાની જ સહી હતી. ટેકેદારો એ ડે.કલેકટર પાસેથી ફોર્મની સહીના પ્રમાણ પત્ર લીધા હતા. એક ડે.કલેકટર ફોર્મનીખરાઈ કરે અને કલેકટર ફોર્મ રદ્દ કર્યુ. સુરત પોલીસ કમિશ્નર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ છે.
નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો દ્વારા ખોટી સહી અને રજૂઆતના કારણે ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. ખોટી એફિડેવિટ કરાઈ હતી જે સંદર્ભે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ઉપર ફોજદારી કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ લીગલ સેલે પોલીસ કમિશનરને અરજી આપી છે. નિલેશ કુંભાણી સાથે તેમના ટેકેદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ પહેલા કોંગ્રેસની શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કુંભાણીને સસ્પેન્ડ કરવા કોંગ્રેસ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમા કહેવામાં આવ્યું હતુ કે, કોંગ્રેસ પક્ષે નિલેશ કુંભાણીને સંસદની ટિકિટ આપી હતી. સૌરાષ્ટ્રના અનેક પાટીદારો તથા અન્ય સૌરાષ્ટ્રના લોકો કે જેઓ સુરત સ્થિત થયા છે તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો તેવી ગણતરી પક્ષની હતી.
7 મેના રોજ એટલે મંગળવારે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ગુજરાતની 25 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર મતદાન થવાનું છે. ગુજરાતની પાછળની ચૂંટણીઓ પર નજર કરીએ તો ગત લોકસભાની બે ચૂંટણીઓમાં ગુજરાતીઓએ ભાજપ પર કળશ ઢોળ્યો હતો. ત્યારે જો આ વખતે ભાજપ જીત મેળવી લે છે તો ગુજરાતમાં તેની હેટ્રિક થઈ જશે.