સુરત: એરપોર્ટ આસપાસ આવેલી હાઇરાઇઝ બિલ્ડિંગને હટાવવા માટે નોટિસ અપાઇ છે. ઉલ્લેખનિય છે કે લેન્ડિંગ અને ટેઇક ઓફ સમય વિધ્નરૂપ બનતી આ બિલ્ડિંગને હટાવવવા માટે છેલ્લા 4 મહિનામાં 14 બિલ્ડિંગને નોટિસ ફટકારવામાં આવી છે.


 છેલ્લા ચાર મહિનામાં સુરત એરપોર્ટને નડતરરૂપ હાઇરાઇઝ બિલ્ડિંગોને 14 જેટલી નોટિસ અપાઈ છે.એન્ટેના, બાંધકામ તેમજ સોલાર પ્લાન્ટ દૂર કરવાની નોટિસો ઇસ્યુ કરાઇ છે.એરપોર્ટ પર ટેકઓફ અને લેન્ડીંગમાં જરૂરી ઓબસ્ટ્રેકલમાં સર્વે કરાયો હતો.ભૂતકાળમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે હવે સુરત એરપોર્ટના નવા ડિરેક્ટર રૂપેશકુમાર લોહાનીએ હાઇરાઇઝ બિલ્ડિંગ હટાવવા કવાયત હાથ ધરી છે.


ફ્લાઇટને ટેકઓફ તેમજ લેન્ડીંગને લઇને ઓબસ્ટ્રેકલમાં જે પણ બિલ્ડિંગો નડતરરૂપ હોય તે અંગે એરોડ્રમ વિભાગ દ્વારા જરૂરી સર્વે કરાયા છે.છેલ્લા ચાર મહિનામાં અંદાજીત 14 જેટલી બિલ્ડિંગોને નોટિસ અપાઇ છે. આ અધિકારીઓની સૂચના મુજબ બિલ્ડિંગો દ્વારા નડતરરૂપ સિગ્નલ તેમજ વધારાનું બાંધકામ દૂર કરવાની વિગતો પણ જાણવા મળી છે.

સુરત એરપોર્ટનો જ્યારે વિકાસ થયો ન હતો તે સમય દરમિયાન વેસુ વિસ્તારમાં બિલ્ડરો અને સ્થાનિક તંત્રના મેળાપીપણામાં એરપોર્ટ ઓથોરિટીની પરવાનગી વગર જ ઊંચી હાઇરાઇઝ બિલ્ડિંગોબનાવી  હતી. જેનુ નુકસાન આજે પણ સુરત એરપોર્ટ ભોગવી રહ્યું છે.

હયાત 2800 મીટરના રનવેની સામે 650 મીટરનો રન-વે બાદ કરીને હાલમાં માત્ર 2250 મીટર જ રનવેનો ઉપયોગ થઇ રહ્યો છે.2006થી લઇને 2014 સુધીના 7 વર્ષના સમયગાળા દરમિયાન એરપોર્ટ ઓથોટિરીની પણ બેદરકારીને કારણે ઓબસ્ટ્રેકલ સર્વે કરાયો જ ન હતો .તે જ કારણોસર આ મોટી બિલ્ડિંગો બની ગઇ હતી. હાલમાં આ મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે.1 મીટર જેટલું પણ વધારાનું બાંધકામ દુર કરવા નોટિસ અપાઇ છે.

હાલમાં સુરત એરપોર્ટના ડિરેક્ટર રૂપેશકુમાર લોહાનીએ સુરત એરપોર્ટના એરોડ્રમ વિભાગની ટીમ દ્વારા વેસુ સાઇડ ઉપર જરૂરી સર્વે કરાયો હતો અને 14 બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી છે.


 શાળાના બાળકો દ્વારા શહેરમાં યોજાઇ 'Say No To Drugs' રેલી, ડ્રગ્સ અંગે જાગૃતતા લાવવાની અનોખી પહેલ


ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ અને નાસાખોરીનું પ્રમાણ વધ્યુ છે. SOG અને પોલીસની ટીમ દ્વારા ઠેર ઠેર દરોડા પાડીને ડ્રગ્સ પેડલરોને દબોચવામાં આવી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે સુરતમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. સુરતમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવતા અટકાવવા માટે શહેરમાં આજે 'Say No To Drugs'નું આયોજન કરવામાં આવ્યુ હતુ. 


ડ્રગ્સ અને નાશાખોરી સામે લોકોને જાગૃતિ કરવા માટે શહેરમાં 'Say No To Drugs' રેલીનો શાળા કક્ષાએ અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ દરમિયાન આજે રેલમાં શાળાના બાળકોએ હોંશભેર ભાગ લઇને 'Say No To Drugs'ને સફળ બનાવી હતી. આ રેલીમાં ગુજરાત નાર્કોટિક્સ વિભાગના ડિરેક્ટર અને સુરત પોલીસ કમિશનર પણ જોડાયા હતા. બાળકો દ્વારા 'Say No To Drugs' રેલીને શહેરના કારગિલ ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ જોડાયા હતા. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial