Surat: ડાયમંડ નગરી સુરતમાં સપાની આડમાં દેહ વ્યાપારને ધંધો ફૂલ્યો ફાલ્યો હતો. ગત થોડા દિવસોમાં પોલીસે સ્પા સેન્ટર પર દરોડા પાડીને આવા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. જે બાદ હવે સુરતમાં સ્પા સંચાલકોએ વિદેશી યુવતીઓ ના ડેટા પોલીસને આપવો પડશે. સ્પાના નામે દેહ વિક્રયની બદી દિનપ્રતિદિન વધતી હોવાથી પોલીસે આ પગલાં લીધા છે. ઉલ્લેખનીય છે કે વિદેશી યુવતીઓને વિઝા લઈ કામ કરવા પર પ્રતિબંધ છે. સ્ટાફના ફોટો-પ્રુફ પોલીસ મથકે આપવાના રહેશે. હુકમનો ભંગ કરાશે તો પોલીસ જાહેરનામા ભંગની કાર્યવાહી કરશે.


કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા


કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ધડાકા સાથે આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા.કચ્છના અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ દુધઈથી 11 કિલોમીટર દૂર નોંધાયું. આજે સવારના 6.38 મિનિટે આંચકો અનુભવાયો હતો. એક કલાકના સમયમાં કચ્છમાં બે આંચકા અનુભવાયા. સવારે 5.18 મિનિટે ખાવડા નજીક 3.2 નો આંચકો નોંધાયો હતો.


અમદાવાદમાં સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ



અમદાવાદમાં સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ છે. એસ.જી હાઇવે સહીત શહેરનાં રસ્તાઓ પર પણ ધુમ્મસ છે. ગાઢ ધુમ્મસ વાળા વાતાવરણથી વાહન ચાલકોએ લાઈટ ચાલું કરી કાળજીપૂર્વક વાહન ચલાવવા ની ફરજ પડી રહી છે. એક્સપ્રેસ હાઇવે અને NH 48 પર ધુમ્મસ વાળા વાતાવરણ કારણે  વાહન ચાલકોએ સાવધાની પૂર્વક વાહન ચલાવવા માટે સૂચિત કરવામાં આવ્યાં છે. આ અંગે એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા  સૂચના જારી કરવામાં આવી છે. મહેસાણાના ઉંઝા હાઇવે પર ગાઢ ધુમ્મસ છવાયું છે. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે ધુમ્મસ છવાયું છે. જેના કારણે અમદાવાદ - પાલનપુર હાઈવે પર વાહન ચાલકો ધીમી ગતિએ વાહન ચલાવવા મજબૂર થયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, સોમવારે બપોર પછી સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર દૂર થતાં વાદળાં વિખરાશે. આ સાથે લઘુતમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડીગ્રીનો ઘટાડો થઈ શકે છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 27.5 ડીગ્રી રહ્યું હતું, જ્યારે લઘુતમ તાપમાન 4.5 ડીગ્રી વધી 17.4 નોંધાયું હતું. જોકે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 77 ટકા અને સાંજે 64 ટકા હતું.


શ્રીનગરમાં બરફવર્ષાથી પ્રવાસીઓ ખુશ



કાશ્મીર ખીણના વિવિધ ભાગોમાં તાજી હિમવર્ષા થતાં શ્રીનગર બરફના થરથી ઢંકાઈ ગયું છે. દિલ્હીના પ્રવાસી, આદિત્ય નિગમ કહે છે, " અદ્ભુત દ્રશ્ય છે. સ્વર્ગ જેવું લાગે છે. તળાવ સુંદર લાગે છે અને વૃક્ષો સફેદ છે. કાશ્મીરમાં આ પહેલો બરફ છે જે અમે જોયો છે."