સુરતઃ સુરતમાં પોલીસને મોટી સફળતા મળી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતમાં અમરોલી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સુરતમાં દોઢ કરોડના ડ્રગ્સ સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી. અમરોલી પોલીસે કોસાડ આવાસમાંથી 1.50 કરોડનું MD ડ્રગ્સ ઝડપ્યુ હતું. દોઢ કિલોના MD ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી. અમરોલી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Gujarat Crime : યુવતીને મકાન બતાવવાનું કહી યુવક લઈ ગયો મહેસાણા ને પછી.....
Mehsana Crime News: પાલનપુરની યુવતીને મહેસાણા મકાન બતાવવાનું કહી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. પાલનપુરમાં રહેતી પરપ્રાંતીય યુવતી તેની માસીના ઘરે હડાદ ગઈ હતી ત્યારે તેની માસીના ઘરેથી એક દંપતીએ મહેસાણા લઈ જઈ ચેતન પટેલ સાથે લગ્ન કરાવ્યા હતા. બાદમાં યુવકનું ઘર બતાવવાનું કહી મહેસાણા લઈ ગયા હતા. મહેસાણામાં યુવકે યુવતી સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મ આચરનાર સહિત 6 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. જે બાદ દાંતાના હડાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બિહારમાં યુવકને છત પરથી ફેંકી દીધો
બિહારના મુંગેરના કાસીમ બજાર પોલીસ સ્ટેશનના બડી બજારના રહેવાસી રિઝવાનના પુત્ર ગુફરન (24)નું શનિવારે પટનાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મૃત્યુના સમાચાર સાંભળતા જ સંબંધીઓ અને પડોશીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. મોટીબજારમાં મૃતદેહને રોડની વચ્ચે રાખીને સગાસંબંધીઓએ આરોપીઓની ધરપકડની માંગ શરૂ કરી હતી. હંગામાની માહિતી મળતાં જ સદર એસડીપીઓ, ખડગપુર ડીએસપી, તારાપુર ડીએસપી, સદર બીડીઓ વિકાસ કુમાર, કોતવાલી, કાસિમ બજાર, પૂર્વસરાય ઓપી, સફિયાસરાય ઓપી સહિત મોટી સંખ્યામાં જવાનો ત્યાં પહોંચ્યા હતા. મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. બે કલાક બાદ મામલો શાંત થયો. તેની માતા સમિના ખાતુને જણાવ્યું કે, થોડા મહિના પહેલા તે શાસ્ત્રી ચોક સ્થિત ઓટોમાં બાઇક સર્વિસનું કામ કરતો હતો. ત્યાં સમયસર મજૂરી ન મળતાં કામ છોડી દીધું હતું અને ગંગા ઓટોમાં લાગી ગયા. શુક્રવારે તે ત્રણ મહિનાનું વેતન લેવા પહોંચ્યો હતો. આ દરમિયાન કૃષ્ણા ઓટો દુકાનના માકાન માલિક કુલકુલ ગુપ્તા અને તેના પુત્રએ છત પર બોલાવી પહેલા મારપીટ કરી અને બાદમાં છત પરથી ફેંકી દીધો. ગુફરાન બે ભાઈઓમાં નાનો ભાઈ હતી.