સુરતઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આઈફોનનો મુદ્દો ફરી ગાજ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ હોદ્દેદારોને કોર્પોરેશનના ખર્ચે આઈફોન આપવાનો નિર્ણય લીધો હતો પણ આણ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ નેતા ધર્મશ ભંડેરીએ આઈફોન લેવાનો ઈન્કાર કરી દીધો છે. ભંડરીએ એલાન કર્યું છે કે,  જનતાની મહેનતના રૂપિયાથી ભરાતી કરવેરાની કમાણીમાંથી કોર્પોરેશન દ્વારા ખરીદવામાં આવતો આઈફોન પોતે નહીં સ્વીકારે.


વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ આ મુદ્દાને ગજવવાનો પણ નિર્ણય કર્યો છે. સુરત મનપામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વિપક્ષ નેત ને આઈફોન આપવાનો નિર્ણય લેવાયો છે. જનતા સાથે ડિજિટલ કોમ્યુનિકેશન થઈ શકે તે માટે આઈફોન આપવાનો નિર્ણય લેવાયો છે પણ વિપક્ષ નેતા ભંડેરીએ કહ્યું કે, સાદા એન્ડ્રોઇડ ફોનથી પણ જનતા નું કામ થઈ શકે છે એ જોતાં આટલો મોટો ખોટો ખર્ચ કરવાની જરૂર નથી.


વિપક્ષી નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના ડિજિટલ કામકાજ માટે પણ એન્ડ્રોઇડ ફોન ઉપયોગમાં આવી શકે તેમ છે. મહાનગરપાલિકા મોંઘાદાટ ફોન આપે છે તે લોકોએ ટેક્સ ભર્યા છે તેમાંથી જ આપે છે જે યોગ્ય નથી. પ્રજાના વેરાના પૈસા હોય તેમાંથી સુરતના વિકાસના કામો થવા જોઈએ અને આવા ખોટા ખર્ચા બંધ કરવા જોઈએ.


કોરોનાના કારણે આમ તો સુરત મહાનગર પાલિકાની આવક ને ફટકો પડયો છે મહાનગરપાલિકા કરકસરથી વહીવટ ચલાવવાની વાત કરે છે. આમ આદમી પાર્ટીએ આવા ખોટા ખર્ચા બંધ કરવા માટે એક પહેલ કરી છે. જોકે શાસકો અને મહાનગર પાલિકા તંત્ર આવા ખોટા ખર્ચા બંધ કરે છે કે પછી મોંઘાદાટ ફોન ખરીદીને પ્રજાના પૈસા નો દુર ઉપયોગ કરે છે તે આવનારો સમય બતાવશે.


કોરોનાના પ્રકોપની વચ્ચે આજથી ગુજરાતમાં શરૂ થઈ આ પરીક્ષા, 20 હજારથી વધારે વિદ્યાર્થી આપશે પરીક્ષા