સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોના પર કાબુ મેળવવા તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામા આવી રહ્યા છે. આ દરમિયાન શહેરના સૈયદપુરા વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પાલિકાના આરોગ્ય કર્મચારીઓ સાથે મુસ્લિમ મહિલા-પુરુષે ગેરવર્તન કર્યુ છે.
આ વિસ્તારના રહીશો કોર્પોરેશનની ટીમને કાનમાંથી કીડા ખરે તેવી ગાળો આપીને ભગાડી રહ્યા છે. કોરોના ટેસ્ટ માટે સર્વે કરવા પહોંચેલી ટીમ સાથે સ્થાનિકોના ગેરવર્તનનો વીડિયો વાયરલ થયો છે. સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આવા તત્વો કામગીરીમાં બાધારૂપ બની રહ્યા છે.
મહિલા : જે કામ કરવાનું છે તે તમે લોકો કરતા નથી. અહીં આ બધું ગંધવાડ છે એ બધુ સાફ કરોની. કુછ કોરોના બરોના નહીં હૈ. કોરોના કી તો ####... સબ તબિયત અચ્છી હૈ..
પુરુષ : તમારી મા ####### પણ તમારી રિસ્પેક્ટ કરી...
અભી મે સ્ટેશન પે ભી વીડિયો બનાવે કે આઈ સ્ટેશન પે તો સબકી ######## ...
સુરતના ક્યા વિસ્તાર રેડ ઝોનમાં
સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોને નાથવા માટે કોર્પોરેશન દ્વારા સુરતમાં એક પછી એક ઝોનને રેડ ઝોનમાં મૂકી દેવાયા છે. આ પહેલાં અઠવા ઝોન રેડ ઝોનમાં મુકાયો હતો અને હવે લીંબાયત અને રાંદેર ઝોન રેડ ઝોનમાં મૂકાતાં સુરતમાં કોરોનાની સ્થિતી ગંભીર હોવાનું સ્પષ્ટ છે. આમ, અઠવા ઝોન, લીંબાયત ઝોન અને રાંદેર ઝોનમાં સ્થિતી ગંભીર હોવાનું સ્પષ્ટ છે.
લીંબાયત અને રાંદેર ઝોનમાં વધારે પોઝિટિવ આંકડા સામે આવતાં આ બંને ઝોન રેડ ઝોનમાં મૂકાયા છે. લીંબાયત ઝોન વર્ષ 2020 માં પણ રેડ ઝોનમાં મુકાયો હતો. આ બંને ઝોનને રેડ ઝોનમા મૂકવા પડ્યા તેના પરથી સ્પષ્ટ છે કે, કોર્પોરેશન વારંવાર સૂચના આપવા છતાં કોઈપણ જાતનો નિવેડો આવી રહ્યોં નથી.
સુરતમાં અઠવાડિયામાં કેટલા નોંધાયા કેસ
સોમવનાર, 22 માર્ચે 429
રવિવાર, 21 માર્ચે 405
શનિવાર, 20 માર્ચે 381
શુક્રવાર, 19 માર્ચે 349
ગુરુવાર, 18 માર્ચે 324
બુધવાર, 17 માર્ચે 315
મંગળવાર, 16 માર્ચે 263 કેસ નોંધાયા હતા.