Surat News: સુરતમાં આત્મહત્યાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. બે દિવસ પહેલા ઘરેથી નોકરીએ જવાનું કહીને નીકળેલી પાલનપુર પાટિયાની ફિઝિયોથેરાપિસ્ટે તાપીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. યુવતિના લગ્ન 27 દિવસ પહેલાં જ થયા હતા. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી.
પાલનપુર પાટિયા સ્થિતિ શ્રીરંગ સોસાયટીમાં રહેતી હેમાંગીબેન ડેરીકભાઈ પટેલ ફિઝિયોથેરાપિસ્ટ હતી. તેના 27 દિવસ પહેલા જ ઓનલાઈનના વ્યવસાય સાથે સંકળાયેલા ડેરીકભાઈ સાથે લગ્ન થયા હતા. બુધવારે સવારે તેમની લાશ હનુમાન ટેકરી નજીક તાપી નદીમાંથી મળી આવી હતી.
મોબાઇલની રિંગ વાગતી હતી
પોલીસના કહેવા મુજબ પરિવારના સભ્યોએ હેમાંગીબેનનો સંપર્ક કરવા મોબાઇલ પર વારંવાર ફોન કર્યો હતો. મોબાઇલ સ્વિચ ઓફ આવતો હતો. પરંતુ બુધવારે સવારે સાડા છ વાગ્યાની આસપાસ હેમાંગીબેનના મોબાઇલની રિંગ વાગી હતી, પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહોતો. મોબાઇલનું લોકેશન હનુમાન ટેકરીની આસપાસ આવતાં પરિવારના સભ્યોએ ત્યાં જઈ તપાસ કરતાં નદીમાંથી તેની લાશ મળી આવી હતી. સિંગણપોર પોલીસે હેમાંગીબેનનો મોબાઇલ ફોન કબજે લઈ તપાસ શરૂ કરી છે.
સુરતનો યુવક બન્યો લૂંટેરી દુલ્હનનો ભોગ
મૂળ અમરેલીના ખાંભાના હસાપરાના વતની અને સુરતના કતારગામમાં રહેતા 27 વર્ષીય મહેશભાઈ વિઠ્ઠલભાઈ તરસરીયા કતારગામ ચીકુવાડી શાંતિનગર સોસાયટીના ગેટ પાસે બજરંગ ઓટો ગેરેજ એન્ડ વાયરિંગના નામે ગેરેજ ધરાવે છે. આઠ મહિના પહેલા તેઓ તેમની બહેનના ઘરે રહેતા હતા ત્યારે લગ્ન માટે મિત્ર વર્તુળમાં વાત કરી હતી. જેમાં મિત્ર મારફતે હર્ષદભાઈ સરવૈયાનો રેફરન્સ મળ્યો હતો. મહેશભાઈએ હર્ષદભાઈને ફોન કરતાં તેમણે મોમીનભાઈનો નંબર આપ્યો હતો. મોમીનભાઈને ફોન કરતાં તેણે એક છોકરીનો ફોટો મોકલ્યો હતો. છોકરી પસંદ આવતાં મહેશભાઈએ મોમીનભાઈને રૂપિયા છ હજાર મોકલ્યા હતા. જે બાદ મોમીનભાઈએ છોકરી મહારાષ્ટ્રની છું, હું તેના ઘરે જાઉ છું, જો તું પસંદ આવીશ તો લગ્ન કરાવીશ તેમ કહી બીજા 15 હજાર લીધા હતા. 10 દિવસ બાદ અમદાવાદ ખાતે મહેશભાઈ અને લુંટેરી દુલ્હન કવિતાની મુલાકાત થઈ હતી. જેમાં લગ્ન કરવાનું નક્કી થતાં મોમીનભાઈએ રૂપિયા 1500 માંગી 12 એપ્રિલ, 2022ના રોજ સુરત આવી લગ્ન કર્યા હતા. લગ્ન સમયે મહેશભાઈના પરિવારે કવિતાને રૂપિયા 46 હજારના કપડાં અને દાગીના આયા હતા. જ્યારે મોમીનભાઈએ ભાડાના 10 હજાર, દલીલા 8500 અને લગ્ન ખર્ચના 1.05 લાખ લીધી હતા.
લગ્નના બાદ મહેશભાઈના ઘરે રોકાયેલી કવિતાએ 17 એપ્રિલન રોજ મારી માતાની તબિયત સારી નથી અને તે નાસિક છે તેથી તેના ખબર અંતર પૂછવા જઈએ અને મારા તમામ આધારા પુરાવા ત્યાં છે તે લેતા આવીએ તેમ કહેતા મહેશભાઈ કવિતા સાથે ગયા હતા. નાસિર બસ સ્ટેશન પર કવિતા હું મારા મિત્રના રૂમ પર કપડાં બદલીનેથોડીવારમાં આવું છું તેમ રહીને ગઈ હતી અને પરત આવી નહોતી. આથી તેમણે મોમીનભાઈને ફોન કરતાં તેમણે સુરત આવી જાવ તેમ કહી હું કવિતાને ત્રણ-ચાર દિવસમાં બોલાવી દઈશ તેમ કહેતા તેઓ સુરત આવી ગયા હતા. આજ દિન સુધી કવિતા પરત ન ફરતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી.