સુરત : સુરતના હોડી બંગલા વિસ્તારની રેસ્ટોરન્ટમાંથી ગૌ માસ પકડાતા હાહાકાર મચી ગયો છે. લાલગેટ પોલીસે રેસ્ટોરન્ટ માલિક સરફરાઝની ધરપકડ કરી છે. હોડી બંગલા વિસ્તારની દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાં રેડ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે.
લાલગેટ પોલીસે ગુન્હો નોંધી રેસ્ટોરન્ટના માલિકની ધરપકડ કરી છે. માલિક સરફરાજ મોહંમદ વજીર ખાનની ધરપકડ કરી લીધી છે. બાતમીના આધારે લાલગેટ પોલીસે ચાર દિવસ અગાઉ રેડ કરી 60 કિલો શંકાસ્પદ ગૌ માસ કબજે કર્યું હતું. ગૌ માસ કબજે કરી પરીક્ષણ માટે મોકલ્યું હતું. એફએસએલના પરીક્ષણમાં 20 કિલો ગાયનું માસ અને 40 કિલોગ્રામ ભેંસનું માસ હોવાનું બહાર આવતા ગુનો નોંધી કાર્યવાહી કરી. ગૌ માસ મોકલનાર અંસારને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Godhara : કાંકણપુરમાંથી ઝડપાયું નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું, રૂપિયા 500ની છાપવામાં આવતી હતી નકલી નોટ
પંચમહાલ : ગોધરાના કાંકણપુર ગામમાંથી નકલી ચલણી નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયું છે. નકલી નોટો છાપવાના કૌભાંડમાં સંડોવાયેલા કુલ 4 ઈસમો પૈકી 2ની ધરપકડ કરાઈ છે. કાંકણપુર ગામમાં એક મકાનમાં ભારતીય ચલણમાં ચાલતી રૂ. 500ના દરની નકલી નોટો છાપવાના કૌભાંડનો ગોધરા એલસીબીએ પર્દાફાશ કર્યો છે.
નકલી નોટો છાપી બજારમાં મૂકે તે પહેલાં જ પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રૂ. 500ના દરની નકલી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાયેલા લેપટોપ, પ્રિન્ટર, નકલી નોટ, છાપેલા કાગળો, બટર પેપર, કોરા કાગળો સહિત રૂ.60457 ના મુદ્દામાલ સાથે 2 ઇસમોની ધરપકડ કરાઈ છે. સમગ્ર મામલે કાંકણપુર પોલીસ મથકે ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Ahmedabad : મહિલા હેડ કોન્સ્ટેબલે કરી આત્મહત્યા, પતિ પણ પોલીસ
અમદાવાદઃ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભાવના ડાભીએ આત્મહત્યા કરી લેતાં પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. ગૃહ કલેશના કારણે ભાવનાએ આત્મહત્યા કરી લીધી છે. ગઈ કાલે પતિ સાથે ઝઘડો થયો અને ત્યારબાદ ગળે ફાંસો ખાધો. પોલીસ પતિના કંકાસથી ત્રાસીને ગળે ફાંસો ખાધો છે.
પરિવારમાં શોકનો માહોલ છે.
ભાવનાએ પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો છે. રાણીપમાં પોલીસ પતિ સાથે કંકાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. બંને પાંચ દિવસથી રજા ઉપર હતા અને ગુરુવારે જ નોકરી ઉપર હાજર થયા હતા. પોલીસને કોઈ ચિઠ્ઠી કે લખાણ મળ્યું નથી. રાણીપ જૂના સ્વામીનારાયણ વાસમાં રહેતા ભાવનાબહેન ભદ્રેશભાઈ ડાભી (ઉં.વ. 26) 2016માં કોન્સ્ટેબલ (એલઆરડી) તરીકે ભરતી થયાં હતાં.
હાલમાં તેઓ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતાં. દોઢ વર્ષ પહેલાં જ ભાવનાબહેનના લગ્ન વાડજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભદ્રેશભાઈ વલ્લભભાઈ ડાભી સાથે થયા હતા.