સુરતઃ પૈસાદાર નબીરાઓને શરીરસુખ માણવાના બહાને બોલાવી તેમને બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપીને પૈસા પડાવતી ગેંગનો પોલીસ પર્દાફાશ કર્યો છે. ગત જાન્યુઆરી માસમાં કામરેજ ખાતે નોંધાયેલા હની ટ્રેપના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. પોલીસે 2 મહિલા અને ત્રણ યુવકોની ધરપકડ કરી છે. જોકે, હજુ એક સગીરા પોલીસ પકડથી દુર છે.

આ અંગેની વિગતો એવી છે કે, ગત જાન્યુઆરી મહિનામાં ફોન પર યુવકનો સંપર્ક કરી તેને ખેતરના એક ઓરડામાં લઈ જવાયો હતો. અહીં યુવકને નિર્વસ્ત્ર કરી મહિલા સાથેનો વીડિયો ઉતાર્યો હતો. આ પછી યુવક પાસે રહેલી રોકડ તેમજ એટીએમમાંથી 62000ની લૂંટ ચલાવી હતી. જોકે, હવે આ ગુનોનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. અને બે મહિલા તેમજ ત્રણ યુવકોની ધરપકડ પણ કરી લીધી છે.