સુરતઃ શહેરના વેસુ વીઆઇડી રોડ પર આવેલા સ્પામાં વિદેશી યુવતીઓને લાવીને ચલાવાત કૂટણખાનાના પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીને આધારે રેડ કરતાં 3 સંચાલકો સહિત 9ની ધરપકડ કરી છે. પોલીસે રેડ કરતાં સ્પામાં અફરા-તફરી મચી ગઈ હતી.
આ અંગેની વિગતો એવી છે કે, વેસુ વીઆઇપી રોડ પર આવેલા એલાન્ટા બિઝનેસ હબમાં લક્ઝરીયા સલુન એન્ડ વેલ્નેશ સ્પામાં છેલ્લા 7 મહિનાથી કૂટણખાનું ચાલી રહ્યું હતું. સ્પામાં 8 કેબિન બનાવી હતી. જેમાં એક કેબિનમાં દલાલ બેસતો હતો. સ્પાની આડમાં દેહવિક્રયનો ધંધો કરવા માટે સ્પા સંચાલકો ટુરિસ્ટ વિઝા પર થાઇલેન્ટથી યુવતીઓનો બોલાવતા હતા.
સ્પામાં આવતા ગ્રાહકોને વિદેશી યુવતીઓ સાથે શારીરિક સંબંધની ઓફર આપવામાં આવતી હતી અને ગ્રાહક દીઠ હજાર રૂપિયા વસૂલીને તેમને યુવતીઓ સાથે કેબિનમાં સંબંધ બાંધવા દેવામાં આવતા હતા. ગ્રાહકો પાસેથી લેવાતા હજાર રૂપિયામાંથી 500 રૂપિયા યુવતીઓને અપાતા હતા.
પેટ્રોલિંગ કરી રહેલી ખટોદરા પોલીસને લક્ઝરીયા સલુન એન્ડ વેલ્નેશ સ્પામાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળતાં તેમણે સ્પામાં દરોડા પાડ્યા હતા. દરોડામાં યુવતીઓ ગ્રાહકો સાથે રંગેહાથ ઝડપાઇ ગઈ હતી. સ્પામાંથી થાઇલેન્ડની પાંચ યુવતીઓ મળી આવી છે. તેમજ સ્પામાંથી 6 ગ્રાહક અને 3 સંચાલકો પણ મળી આવ્યા હતા. પોલીસે ગ્રાહકો અને સંચાલકોની ધરપકડ કરી છે. તેમજ થાઈલેન્ડની યુવતીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.