સુરતઃ ઉધના મેઈન રોડ ઉપર આવેલ એક સ્પામાં ગઈ કાલે મોડી સાંજે દરોડા પડતા અફરા-તફરી મચી ગઈ હતી. મીસીંગ સેલ ક્રાઇમબ્રાન્ચે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્પામાંથી પાંચ લલના અને એક ઈસમને પકડી પાડ્યા હતા. સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની મહિતી મીસિંગ સેલને મળી હતી. પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ અને પુછપરછ હાથ ધરી છે.
સુરતના ઉધના સ્થિત નાથુ ટાવરમાં ગ્લોરિયસ થાઇ મસાજ સેન્ટરના નામે પ્રોસ્ટિટ્યૂટ રેકેટ ચાલતું હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરતાં ભાગદોડ મચી ગઇ હતી. ગુરુવારની મોડી સાંજે પડેલી રેડમાં ચાર યુવતીઓ દેહ વેપાર કરતી મળી આવતાં તેમને મુક્ત કરી મહિલા સંચાલિકા સહિત બેની ધરપકડ કરી હતી.
પોલીસ રેડમાં ગ્લોરિયસ સ્પાની આડમાં મહિલા સંચાલિકા અનિતા શિદે બહારથી યુવતીઓ લાવી દેહ વેપાર કરાવતી હોવાની માહિતીને પગલે કાર્યવાહી કરાઇ છે. ચાર યુવતીઓ દેહવિક્રય કરતી મળી આવતાં પોલીસે તેમને મુક્ત કરી સંચાલિકા અનિતા શિંદે અને નવસારી વિજરપોરનાં પ્રવીણ રાજુ પાટીલની ધરપકડ કરી હતી. દેહ વેપાર માટે યુવતીઓને ક્યાંથી લવાઈ રહી હોવાની માહિતી બાબતે તપાસ શરૂ કરાઇ છે. સ્પાની આડમાં દેહ વેપાર માટે દુકાન ભાડે આપનાર દુકાન માલિક વંદનાબેન બાબુ બાગુલને વોન્ટેડ જાહેર કરાઇ છે.
સંચાલિકાની તપાસ દરમિયાન 3 મોબાઈલ કબ્જે કરાયા છે. મોબાઇલની તપાસમાં અનેક નંબરો મળી આવ્યા છે, જે દેહ વેપારના અનેક ધંધાદારીઓની પોલ ખોલી શકે એવી શક્યતા છે. પોલીસે મોબાઈલ અને રોકડ મળી 18 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઈ તપાસ હાથ ધરાઈ છે.