સુરત: શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં પોલીસ પુત્રએ યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પોલીસ પુત્ર ચિંતન પટેલે સુનિલ ઐયરની હત્યા કરી નાંખી છે. આ ગુનામાં પોલીસે ચિંતન સહિત 4ની ધરપકડ કરી છે. જોકે, મિત્રની હત્યા પાછળનું કારણ જાણીને તમે ચોંકી જશો અને તેમને વિશ્વાસ પણ નહીં થાય કે આવી બાબતે હત્યા થઈ શકે.
પોલીસ પુત્ર ચિંતન રમેશ પટેલે 10થી વધુ સાગરીતો સાથે મળી યુવકની હત્યા કરી નાંખી હતી. હત્યારા ચિંતનના પિતા રમેશ પટેલ રાંદેરમાં હેડ કોન્સ્ટેબલ છે. પોલીસ પુત્ર ચિંતને લક્ઝુરિયસ કાર સાથે ફોટો પાડી સોશિયલ મીડિયા પર મુક્યો હતો. જેના પર પારકાની ગાડી પોતાની કહી દેખાડો ન કરવો તેમ મૃતકના મિત્ર જીગ્નેશ ચૌહાણે કોમેન્ટ કરી હતી.
જે બાબતે પોલીસ પુત્ર ચિંતન અને જીગ્નેશ વચ્ચે બબાલ થઈ હતી. દરમ્યાન જીગ્નેશે મૃતક સુનિલ ઐયરને ફોન કરી બોલાવ્યો હતો. જેમાં બબાલ થતા પોલીસ પુત્રએ 10 સાગરીતો સાથે સુનિલ પર હુમલો કર્યો હતો.
Surat: પોલીસપુત્રે મિત્રની કેમ કરી નાંખી હત્યા? કારણ જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Feb 2021 10:18 AM (IST)
પોલીસ પુત્ર ચિંતન પટેલે સુનિલ ઐયરની હત્યા કરી નાંખી છે. આ ગુનામાં પોલીસે ચિંતન સહિત 4ની ધરપકડ કરી છે.
મૃતકની ફાઇલ તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -