સુરતઃ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે માનહાનિ કેસ મામલે કોર્ટમાં હાજરી આપવા સુરત આવ્યા હતા. રાહુલ ગાંધીની સાથે પ્રભારી રાજીવ સાતવ અને અહેમદ પટેલ પણ હતા. કોર્ટમાં રાહુલ ગાંધીને પછવામાં આવ્યું કે, ગુનો કબૂલ છે કે નહીં ? જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું ગુનો કબૂલ નથી.  જે બાદ કેસની મુદત પડી હતી અને 10 ડિસેમ્બર તારીખ આપવામાં આવી હતી.


સુરત એરપોર્ટ પર વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતના નેતાઓએ સ્વાગત કર્યું હતું. મોદી અટક ધરાવતા લોકો ચોર હોય છે, તેવા વિવાદિત નિવેદનને લઈ સુરત કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ થયો છે.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2019 દરમિયાન રાહુલ ગાંધીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બધા ચોરોનું ઉપનામ મોદી કેમ હોય છે. આ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ સ્થાનીક ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ પહેલા જુલાઈમાં સુરતની કોર્ટ આ મામલે રાહુલ ગાંધીને ઉપસ્થિતિ રહેવા પર છૂટ આપી હતી.


કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે આપેલું નિવેદન.


કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આપેલું નિવેદન.