અમદાવાદ: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે માનહાનિ કેસ મામલે સુરત કોર્ટમાં હાજરી આપશે. મોદી અટક ધરાવતા લોકો ચોર હોય છે, તેવા વિવાદિત નિવેદનને લઈ સુરત કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ થયો છે. સુરત ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી 10 ઓક્ટોબરે સુરતની કોર્ટમાં હાજરી આપશે.


ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2019 દરમિયાન રાહુલ ગાંધીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બધા ચોરોનું ઉપનામ મોદી કેમ હોય છે. આ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ સ્થાનીક ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ પહેલા જુલાઈમાં સુરતની કોર્ટ આ મામલે રાહુલ ગાંધીને ઉપસ્થિતિ રહેવા પર છૂટ આપી હતી.