Surat Rain: નવરાત્રીની શરૂઆત થાય તે પહેલા જ ગુજરાતમાં મેઘરાજાએ અનેક ઠેકાણે જોરદાર બેટિંગ કરી છે, આ સાથે જ ગરબા આયોજકોની સાથે સાથે ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 100થી વધુ તાલુકાઓમાં વરસાદ પડવાથી પરિસ્થિતિ બગડી છે. સુરતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થયા છે, એટલુ જ નહીં નવરાત્રી પહેલાના વરસાદથી લોકોમાં ચિંતા છે, હવે બધાની વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે પણ નવરાત્રીમાં વરસાદની શક્યતાનું અનુમાન કર્યુ છે. 

Continues below advertisement

છેલ્લા બે દિવસથી સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે સુરતમાં ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો છે. હાલમાં સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે, જેમાં અઠવા, પાર્લે પોઈન્ટ, પીપલોદ, પાલ, અડાજણ, ઉધના, મજૂરા સહિતના વિસ્તારોમાં વરસાદથી પાણી ભરાયા છે. જાણીતા આગાહીકાર અંબાલા પટેલની આગાહી મુજબ આજે પણ સુરતમાં વરસાદની આગાહી છે, અને નવરાત્રીમાં ગરબા આયોજકો અને ખેલૈયાઓની મજા બગડી શકે છે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 21 થી 24 તારીખમાં, ચાર દિવસ અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં એક બાજુ નૈઋત્યના ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, ત્યારે ફરી એક વખત રાજ્યના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ સહિતના ઘણા એવા વિસ્તારોમાં એક લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની સાત દિવસની આગાહી સામે આવી છે. આ સાથે જ આગામી 3 દિવસ થન્ડર સ્ટોર્મની આગાહી છે. બીજી બાજુ સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

Continues below advertisement

નવરાત્રીમાં વરસાદનું અનુમાન: અંબાલાલ પટેલની આગાહીનવરાત્રીના પવિત્ર તહેવારની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરી છે, જે ખેલૈયાઓ માટે ચિંતાનો વિષય બની શકે છે. તેમના અનુમાન મુજબ, નવરાત્રીની શરૂઆતમાં હળવો વરસાદ જોવા મળશે, પરંતુ પાછળથી વરસાદનું જોર વધશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 25 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે વરસાદની શરૂઆત થઈ જશે. ખાસ કરીને, 28 સપ્ટેમ્બરથી લઈને 3 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. અંબાલાલ પટેલની આ આગાહી ખેલૈયાઓ અને ગરબાના આયોજકો માટે મહત્વપૂર્ણ ચેતવણી સમાન છે. નવરાત્રિની શરૂઆતના બે-ત્રણ દિવસ હળવો વરસાદ હોવાથી ગરબાની મજામાં બહુ વિક્ષેપ નહીં પડે, પરંતુ મધ્ય નવરાત્રિ દરમિયાન ભારે વરસાદને કારણે આયોજનો રદ કરવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.