Rain: ગુજરાતમાં મેઘરાજા મહેરાબાન થયા છે કે કોપાયમાન ? છેલ્લા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવાના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી મોટાભાગની નદીઓ, નાળા અને સરોવરો છલકાઇ ગયા છે. હાલમા મળતી માહિતી પ્રમાણે, સુરતામાં હવે કીમ નદી ગાંડીતૂર બની ગઇ છે, અને નદીના પામી શહેર અને ગામડાઓમાં ઘૂસ્યા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, 236 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકતા સ્થિતિ કથળી છે, લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે અને કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, સુરતના અનેક ગામડાઓમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે. સુરત જિલ્લના ઓલપાડ, માંગરોળ તાલુકાના કેટલાક ગામોમાં નદીના પાણીથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ખાસ વાત છે કે, માંગરોળ તાલુકાનું સિયાલજ ગામ સંપર્ક વિહોણું બન્યુ છે, તો વળી સિયાલજ ગામમાં જતા માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળતા સંપર્ક તુટ્યો છે, હાલમાં સિયાલજના 250થી વધુ પરિવાર ગામમાં ફસાયા છે. નદીની પાણી ભરાતા ચારેકોર પાણીના સામ્રાજ્ય દેખાઇ રહ્યું છે, માલધારી પરિવારો રૉડ-રસ્તાં પર રહેવા મજબૂર બન્યા છે કીમ નદીના પાણી ગામોમાં ફરી વળતા સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ ફેલાયો છે.
ગુજરાતમાં 26મીથી વરસાદનું જોર વધશે, જાણો ક્યાં-ક્યાં પડશે વરસાદ ? અંબાલાલની લેટેસ્ટ આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઇને મોટી આગાહી કરી છે. તેમને આગાહી કરતાં જણાવ્યુ કે, કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે, હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. વરસાદી ધરી ઉત્તરીય-પૂર્વિય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે. બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થઇ રહ્યું નથી. હિંદ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો થયો છે. પેસિફિક મહાસગર પર વાદળો હાલમાં નહીવત છે, ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પણ નહીવત દેખાઇ રહ્યાં છે. વાયુ મંડળમાં એટમૉસ્ટફિયરિક વેવ નબળી દિશામાં છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડેક અંશે સિસ્ટમ બની રહી છે, જેના કારણે આગામી 26 અને 30 જૂલાઈ સિસ્ટમ સક્રિય થશે. ઉત્તરગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરફથી અસર સર્જાતા વરસાદ ખાબકશે. 26 જૂલાઈથી ઉત્તરગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. 7મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લૉ પ્રેશરના કારણે ભારે વરસાદ લાવી શકે છે. જુનાગઢ, અમરેલીના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર રિઝનમાં બોટાદ, સાવરકુંડલાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ બની શકે છે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. ભરૂચ વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરની સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદ પડી શકે છે. ઉત્તરગુજરાત અને કચ્છમાં આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકી શકે છે.