Latest Surat News: સુરતમાં સમી સાંજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ છે. હવામાન વિભાગે સુરત દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી હતી. સમી સાંજે સુરતના અઠવાગેટ , પાર્લે પોઇન્ટ, પીપલોદ, મજુરાગેટ, ઉધના દરવાજા ,વેસુ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. ઉપરાંત રાંદેર, અડાજણ, ચોક બજાર, નાનપુરા, ઉધના, ભેસ્તાન ,પાંડેસરા, દિલ્હી ગેટ, કતારગામ સહીતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ છે.


સુરત શહેરમાં સવારથી જ વરસાદી માહોલ હતો પણ વરસાદ વરસતો ન હતો, ક્યાંક છૂટો છવાયો હતો ક્યાંક ઝરમર વરસાદ આવતો હતો. સમી સાંજે અચાનક પવન સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરમાં ઠંડક પ્રસરી  હતી. અચાનક ધોધમાર વરસાદ શરૂ થતા રસ્તા ઉપર પાણી પણ ભરાવાની સ્થિતિ ઉભી થઈ હતી.



  • આજે દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને સુરતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં યલો એલર્ટ છે.

  • 22મી જુલાઇએ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ છે.

  • 23મી જુલાઇએ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં યલો એલર્ટ છે.

  • 24મી જુલાઇએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ છે.




સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલીના રાજુલા-જાફરાબાદ પંથકમાં વરસાદ છે. રાજુલા શહેરમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તા ઉપર પાણી ભરાયા હતા. રાજુલાના ડુંગર, ડુંગરપરડા, જીંજકા, કુંભારીયા, હિંડોરણા, ખાખબાઈ સહીત ગામડામાં વરસાદ છે. જાફરાબાદના લોઠપુર, સરોવડા, ભટવદર, બારપટોળી આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં લાંબા વિરામ બાદ 30 મિનિટ કરતા વધુ સમયથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને લઈ ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે. ખાંભાના ખડાધાર, કાંટાળા સહીત કેટલાક ગામડામાં વરસાદી ઝાપટા છે.