Surat News: સુરતમાં ઇન્કમટેક્સ વિભાગે ત્રણ ગ્રુપના 35થી પણ વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. પાર્થ ગ્રુપ ,અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સના મોટાપાયે દરોડા પાડ્યા છે. સુરતના દરોડા ઓપરેશનના સંદર્ભમાં રાજકોટમાં પણ બે જગ્યાએ સર્વે કરવામાં  આવી રહ્યો છે. ઇન્કમટેક્સના 100થી પણ વધુ અધિકારીઓ દરોડા ઓપરેશનમાં જોડાયા છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે. ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ગ્રુપ ઉપર દરોડાની કાર્યવાહીથી અન્ય ડાયમંડ ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે.


વર્ષ 2020માં સમગ્ર વિશ્વમાં કોરોનાની ભયંકર લહેર આવી, આ દરમિયાન ભારત સહિતના કેટલાય દેશોમાં મોટા પાયે દર્દીઓ મૃત્યુ પામ્યા અને કેટલાય લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. આ દરમિયાન ફાઇનાન્સિયલ કેટલીય લેવડદેવડ થઇ હતી, જોકે, આ મામલે હવે ઇન્કમટેક્સ વિભાગે મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે, રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છમાં એકસાથે 5 હજાર નૉટિસ ઇશ્યૂ કરતાં કરદાતાઓમાં ફફડાટ ફેલાયો છે.


મળતી માહિતી પ્રમાણે, ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કોરોના કાળની લેવડદેવડને ધ્યાનમાં લઇને સૌરાષ્ટ્ર-કચ્છમાં એક સાથે 5 હજાર નૉટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. આટલી બધી મોટી સંખ્યામાં ઇન્કમટેક્સ વિભાગની નૉટિસ ઇશ્યૂ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. કોરોના સમયની કમાણીને લઈને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ડૉક્ટરો-તબીબોને પણ નૉટિસો ફટકારવામાં આવી છે. આ લિસ્ટમાં ડૉક્ટરો ઉપરાંત ઉદ્યોગપતિઓ, સોની વેપારીઓ સહિતાના લોકો સામેલ છે, આ તમામ લોકોને નૉટિસ ફટકારીને ખુલાસો પુછવામાં આવ્યો છે. ખાસ વાત છે કે, આઇટી વિભાગની આ કામગીરીમાં એક હજારથી વધુ તબીબોને પણ નૉટિસ મોકલવામાં આવી છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આવી રીતે ધડાધડ નૉટિસ ઇશ્યૂ થતાં કરદાતાઓમાં દોડધામ મચી ગઇ છે.


ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગો પર આવકવેરા વિભાગે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ થતાની સાથે જ ડાયમંડ સિટી સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગ સાથે સંકળાયેલી મોટી પેઢીઓમાં ફફડાટ ફેલાયો છે. અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તપાસના અંતે મોટી બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે.


આ પણ વાંચોઃ


RBI માં નોકરી કરવાની તક, આસિસ્ટન્ટની પોસ્ટ માટે બમ્પર ભરતી બહાર પડી, આજથી અરજી કરી શકાશે