સુરતઃ શહેરમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા વધુ એક કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસે રેડ કરીને 3 પ્રોસ્ટિટ્યુટ સહિત સંચાલકને ઝડપી પાડ્યા છે. છેલ્લા એક વર્ષથી આ પ્રોસ્ટિટ્યુટ રેકેટ ધમધમી રહ્યું હતું. પોલીસની રેડ પડતાં થોડીવાર માટે અફરા-તફરી મચી ગઈ હતી.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના સરથાણા સાવલીયા સર્કલ પાસે આવેલા મેરીટોન પ્લાઝાની એક દુકાનમાં સ્પાની આડમાં પ્રોસ્ટિટ્યુટ રેકેટ ચાલતું હોવાની સરથાણા પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીને આધારે પાંચમા માળે આવેલી દુકાન નંબર 501માં ચાલતા સ્પામાં ડમી ગ્રાહક મોકલ્યો હતો.
ડમી ગ્રાહકનો ઇસારો મળતાં જ પોલીસે રેડ કરી હતી. આ પોલીસ રેડમાં એક યુવતી સ્પાની કેબિનમાં ગ્રાહક સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી. જ્યારે બે યુવતીઓ સાફા પર બેસેલી મળી આવી હતી. તેમજ પ્રોસ્ટિટ્યુટ રેકેટ ચલાવતા સંચાલકને પણ પોલીસે પકડી લીધો હતો.
પોલીસે સ્પામાં તપાસ કરતાં સંચાલક ગ્રાહક પાસેથી 1500 રૂપિયા લઈને યુવતી સાથે સ્પાની કેબિનમાં મજા કરાવતો હતો. પોલીસે સંચાલક પાસેથી 1000 રૂપિયા રોકડા અને બે કોન્ડમ કબ્જે કર્યા હતા. સંચાલકની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, તેણે છેલ્લા એક વર્ષથી દુકાન ભાડે રાખી હતી અને તે મસાજ પાર્લરના બહાને ગ્રાહકો બોલાવી કે યુવતીઓ સાથે શારીરિક સંબંધની ઓફર આપતો હતો અને ગ્રાહકો પાસેથી મસાજના રૂ.500 અને શરીરસુખ માણવાના રૂ.1000 લેતો હતો. તેમાંથી 500 રૂપિયા યુવતીને આપતો હતો. આ સમગ્ર મામલે પોલીસે આ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતઃ યુવકે ટીનેજર છોકરીને મોંઘીદાટ ગિફ્ટ આપી પ્રેમજાળમાં ફસાવી, પરાણે માણ્યું શરીરસુખ ને એક દિવસ....
સુરતઃ ટીનેજર છોકરીઓને મોંઘીદાટ ગિફ્ટથી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનાર ઝડપાયો છે. મૂળ અમરેલીના સાવરકુંડલાનો જીતેન્દ્ર ઉર્ફે જીતુ સોમાભાઈ રાઠોડ કોઈ તરુણી સમક્ષ પોતાની ઓળખ ક્યારેય જાહેર કરતો નહોતો. 2014માં સુરતના કાપોદ્રાની તરુણી સાથે અવારનવાર દુષ્કર્મ બાદ બે વર્ષ ફરાર રહ્યો હતો. જોકે, 2016માં પકડાયા બાદ 2019માં જામીન છૂટી સાવરકુંડલાની તરુણીને શિકાર બનાવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, 2019માં જામીન પર છૂટેલા આરોપીએ લોકડાઉન દરમિયાન સાવરકુંડલાની એક 14 વર્ષીય સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી. સગીરાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે સાવરકુંડલા અને કાપોદ્રામાં પરાણે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. સગીરાની માતાએ સાવરકુંડલા પોલીસમાં બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. એસઓજીએ આરોપી જીતુ જોખમને સુરતથી ઝડપી પાડ્યો હતો.
આ જ આરોપીએ વર્ષ 2014માં સુરતના કાપોદ્રામાં પાડોશમાં રહેતી 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હતો. તેમજ તેની સાથે પણ વારંવાર શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ સગીરાને આરોપીએ તેના એક મિત્રને સોંપી દીધી હતી. સગીરાએ જીતુ અને તેના મિત્ર સામે કાપોદ્રા પોલીસમાં બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો. બંનેની ધરપકડ પણ કરાઈ હતી. તેમજ જીતુને આ કેસમાં જેલ પણ પડી હતી. આ કેસમાં વર્ષ 2019માં જામીન પર છૂટયો હતો.
લોકડાઉનના સમયે આ હવસખોર સાવરકુંડલા આવ્યો હતો અને અહીં તેણે 14 વર્ષની સગીરાને ફસાવી હતી. સગીરાને વીંટી પહેરાવતો ફોટો મોબાઇલમાં પાડી લીધા પછી તેણે સગીરાને બ્લેકમેલ કરી હતી અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સગીરા સાથે યુવકે સાવરકુંડલા અને કાપોદ્રામાં શારીરિક સંબંધો બાંધ્યા હતા અને ગર્ભવતી બનાવી દીધી હતી. આ અંગે સગીરાની માતાને જાણ થતાં તેમણે જીતુ સામે સાવરકુંડલા પોલીસમાં રેપ અને પોક્સો એકટની કલમો હેઠળનો ગુનો નોંધાવ્યો હતો.
સાવરકુંડલા પોલીસે બાતમીને આધારે કાપોદ્રા ગાયત્રી સોસાયટી પાસેથી આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ જોખમ રાઠોડને પકડી પાડયો હતો. તેની સામે બે રેપના ગુનાઓ નોંધાયેલા છે. આરોપી રત્નકલાકાર છે.