સુરતઃ શહેરના અલથાણ વિસ્તારમાં સ્કૂલ વાનને અકસ્માત નડ્યો હતો. શારદાયતન સ્કૂલ વાનને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં સ્કૂલની 1 વિદ્યાર્થિનીને ઇજા પહોંચી હતી. વિદ્યાર્થિની મેસવા નાયકને ઇજાઓ પહોંચી છે. જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પૂરપાટ જતી કારે સ્કૂલવાનને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.


અકસ્માત થયો ત્યારે વાનમાં શાળાના 7 બાળકો સવાર હતા. એક બાળકીને માથામાં થઈ ગંભીર ઇજા. અન્ય બાળકોને પણ નાની મોટી ઇજાઓ થઈ. વાન ચાલકે ગફલત ભરી રીતે હંકારતાં અકસ્માત  થયો છે.






 


Crime News : સુરતમાં પ્રેમી સાથે બેઠેલી યુવતીને કેળાના ખેતરમાં લઈ જઈ પાંચ શખ્સોએ ગુજાર્યું સામૂહિક દુષ્કર્મ
સુરત : પુણા વિસ્તારમાં ગેંગરેપની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. દેવધ રોડ પર પર યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું છે. કેળાના ખેતરમાં લઇ જઇ ગેંગરેપ ગુજારવામાં આવ્યો છે. 5 અજાણ્યા બિહારી ભાષા બોલતા અજાણ્યા શખ્સોએ ગેંગરેપ કર્યો છે. યુવતી પોતાના પ્રેમી સાથે દેવધ રોધ પર બેસી હતી, ત્યાં 5 અજાણ્યા શખ્સો આવી પ્રેમી યુવક યુવતીને ધાક ધમકી આપી લઈ ગયા.


પહેલા યુવકના હાથ પગ બાંધી દીધા. ત્યાર બાદ યુવતીને કેળાના ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું. પુણા પોલીસે 5 અજાણ્યા શખ્સોની શોધખોળ આરંભી છે. પુણા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.