સુરતના ડિંડોલી વિસ્તારમાં ભાઈએ બહેનના પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બહેનને મળવા માટે ઘરે આવેલા પ્રેમીને ભાઈએ રંગેહાથે ઝડપ્યો હતો. ત્યાર બાદ ભાઈએ ચપ્પાના ઘા મારીને બહેનના પ્રેમીની હત્યા કરી હતી ત્યાર ભાઈ ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુરતના લિંબાયતમાં રહેતો આકાશ નામનો યુવક ડીંડોલીના રામી પાર્ક સોસાયટીમાં રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધો હતો. જોકે સોમવારે આકાશ રામીપાર્ક સ્થિત રોયલ સ્ટાર ફ્લેટ નંબર 502માં તે યુવતીને મળવા માટે તેના ઘરે પહોંચ્યો હતો. તે સમયે યુવતીનો ભાઈ સુભાષ દેવરે આવી ગયો હતો ત્યાર બાદ પ્રેમી ગભરાઈ ગયો હતો.
બહેન સાથે યુવકને જોઈ જતાં સુભાષે પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને આકાશ સાથે માથાકુટ કરી હતી. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા સુભાષે તેની બહેનની સામે જ પ્રેમી આકાશને ચપ્પાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. હત્યા કર્યાં બાદ આરોપી સુભાષ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
સુરત: બહેન ઘરમાં પ્રેમી સાથે બેઠી હતી અને બહેનનો ભાઈ આવી પહોંચ્યો પછી શું થયું? જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
14 Jan 2020 09:14 AM (IST)
બહેન સાથે યુવકને જોઈ જતાં સુભાષે પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને આકાશ સાથે માથાકુટ કરી હતી. બહેનની સામે જ પ્રેમી આકાશને ચપ્પાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી નાખ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -