Surat Suicide Case: સુરતમાં એક ચોંકાવનારી આપઘાતની ઘટના ઘટી છે, સગાઇ તુટી જવાથી નિરાશ થયેલી યુવતીએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી પ્રમાણે, શહેરના વરાછા વિસ્તારમાં રહેતી અને સીએનો અભ્યાસ કરતી યુવતીએ ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવી લીધી છે. ખરેખરમાં, વરાછાની યુવતીની સગાઇ અમેરિકામાં રહેતા એક યુવક સાથે થઇ હતી, જોકે, કોઇ કારણોસર તેની આ સગાઇ તુટી ગઇ, જેના કારણે યુવતી નિરાશ રહેતી હતી, સતત તણાવમાં રહેતી યુવતીએ છેવટે આપઘાતનું પગલુ ભર્યુ હતુ. યુવતીએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. હાલમાં આ ઘટના અંગે વરાછા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 


સુરતના પાંડેસરા વિસ્તારમાં પાંચ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય


સુરતમાં પાંચ વર્ષના બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું આચરવામાં આવ્યું હતું. મળતી જાણકારી અનુસાર, શહેરના પાંડેસરા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ ઘટના ત્રણ દિવસ અગાઉ બની હતી. મળતી માહિતી અનુસાર, પાંચ વર્ષીય બાળક સાંજના સમયે પોતાના ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે આરોપી સાગર પરશુરામ બહેરા ત્યાં આવ્યો હતો તેણે માસૂમને સમોસા ખવડાવવાના બહાને ઘરેથી થોડે દૂર લઈ ગયો હતો. જ્યાં પિયુષ પોઇન્ટ પાસે ખુલ્લા પ્લોટમાં લઈ જઈ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. જોકે બાળકે તેનો પ્રતિકાર કર્યો હતો પરંતુ આરોપીએ તેને માર મારી તેના પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું.


આરોપી મૂળ ઓડિશાનો


ત્યારબાદ હેવાન માસૂમને ઘર પાસે મૂકી ફરાર થઈ ગયો. માસૂમે ઘરે ગુપ્ત ભાગે દુઃખાવાની ફરિયાદ કરતા હેવાનના કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે માતા-પિતાની ફરિયાદના આધારે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ આજે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરશે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી મૂળ ઓડિશાનો અને હાલ સુરતના ઉધનામાં રહી છૂટક મજૂરી કામ કરતો હોવાનો ખુલાસો થયો હતો. આરોપીને મિત્રને મળવા પાંડેસરામાં આવ્યો હતો ત્યારે બાળકી સમજી તેના પર નજર બગાડી હોવાની આરોપીએ કબૂલાત કરી હતી.


14 વર્ષની સગીરા પર દુષ્કર્મ 


તાજેતરમાં જ સુરતના અઠવા ગોપીપુરા વિસ્તારમાં 14 વર્ષની નેપાળી સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. દુષ્કર્મ આચરનારા નેપાળી યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપી કરણ લક્ષ્મણ ઉર્ફે કાળુસિંગ છેલ્લાં બે મહિનાથી સગીરાનું યૌનશોષણ કરતો હતો. લગ્નની લાલચ આપી સગીરા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આખરે સમગ્ર મામલો અઠવા પોલીસમાં પહોંચ્યો હતો.
પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી આરોપી કરણની ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે પીડિતાનું હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ કરાવ્યું  હતું. પોલીસે આ કેસમાં જરૂરી પુરાવા એકત્ર કરવા સાથે સાક્ષીઓના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. સુરતના ગોડાદરામાં 8 માસની બાળકીનું રહસ્યમય સંજોગોમાં મોત નીંપજયું હતું. જોકે ગોડાદરાના ખાનગી ડોકટરે ઇન્જેંકશન આપ્યુ અને યોગ્ય સારવાર નહી અપાતા બાળકી મોતની શંકા સાથે આક્ષેપ પરિવારે કર્યા હતા. જેથી બાળકીનું સિવિલ ખાતે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.