Surat: સુરતમાં હીરા ઉદ્યોગમાં રત્નકલાકારોના આત્મહત્યાના બનાવોને લઈ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. ડાયમંડ વર્કર યુનિયને રત્નકલાકારોને મદદ કરવા રત્નદીપ યોજના શરૂ કરવા માંગ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શ્રમ-રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.


ડાયમંડ વર્કર યુનિયન દ્ધારા કરવામા આવેલી રજૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે હીરાઉદ્યોગમાં છેલ્લાં ઘણા સમયથી મંદીના કારણે રત્નકલાકારો હેરાન થઈ રહ્યાં છે. દિવાળીના વેકેશન વહેલા પડ્યા હતા અને વેકેશન નિર્ધારીત સમય કરતાં મોડા ખુલ્યા છે. ઘણા નાના મોટા કારખાના પણ બંધ થઈ ગયા છે. જેથી મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે અને છેલ્લા 10 મહિનામાં સુરતમાંથી અંદાજે 38 કારીગરોએ આત્મહત્યા કરી છે. સાથે રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ કરાઇ હતી. તે સિવાય રત્નદીપ યોજના શરૂ કરવા, વ્યવસાય વેરો નાબૂદ કરવાની પણ માંગ કરાઇ હતી. ઉપરાંત આત્મહત્યા કરતા રત્નકલાકારોના પરિવારોને આર્થિક મદદ કરવાની માંગ કરાઇ હતી.


રત્નકલાકારોને આર્થિક મદદ કરવા ડાયમંડ વર્કર યુનિયન અને ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા રજૂઆત કરાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શ્રમ-રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.

હીરાઉદ્યોગના રત્નકલાકારોની માંગણીઓ



(1)આર્થિક પેકેજ જાહેર કરો
(2)રત્નદીપ યોજના શરૂ કરો
(3)વ્યવસાય વેરો નાબૂદ કરો
(4)આપઘાત કરતા રત્નકલાકારો ના પરિવારોને આર્થિક મદદ કરો
(5)રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે


મંદીના કારણે રત્ન કલાકારનો પગાર 30 હજારમાંથી 15 હજાર થઈ ગયો


ડાયમંડ નગરી સુરતમાં રત્ન કલાકારના આપઘાતની ઘટના સામે આવી છે.  અડાજણ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારે મંદીના કારણે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. 41 વર્ષીય મેહુલ ચૌહાણ પંડોળ વિસ્તારમાં હીરાના કારખાનામાં 15 વર્ષથી કામ કારતો હતો. 30 હજાર પગારનું કામ કરનારનો 15 હજાર પગાર થઇ ગયો હતો. ગુજરાન ચલાવવાનું મુશ્કેલ થતા આ પગલું ભર્યાનું પરિવાજનોએ જણાવી સરકાર પાસે ન્યાયની માંગ કરી હતી.


સુરતના મહિધરપુરા હીરાબજારમાં ઓફિસ ધરાવતો વેડરોડનો દલાલ અન્ય બે દલાલ પાસેથી રૂ.85.24 લાખની કિંમતના હીરા વેચાણ માટે લઈ જઈ પેમેન્ટ કર્યા વિના ઓફિસ બંધ કરી ફરાર થતા ઈકો સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગર વલભીપુરના માલપરા ગામના વતની અને સુરતમાં વેડરોડ કેન્સર હોસ્પિટલ પાસે ક્રિષ્ના આર્કેડ એ/1-104 માં રહેતા 31 વર્ષીય નયનભાઈ ઉર્ફે પિન્ટુ પ્રેમજીભાઈ સોનાણી મહિધરપુરા હીરાબજારમાં હીરા દલાલીનું કામ કરે છે.વર્ષ 2016 માં તે સ્વાધ્યાય કાર્યક્રમમાં જતા હતા ત્યારે તેમની મુલાકાત હીરાદલાલ વિકાસ દેવરાજભાઈ તેજાણી   સાથે થઈ હતી.તેઓ અવારનવાર સ્વાધ્યાયમાં મળતા હોય તેમની વચ્ચે મિત્રતા થઈ હતી.દરમિયાન, એક વર્ષ પહેલા વિકાસ સાથે મુલાકાત થઈ ત્યારે તેણે પંડોળમાં ઓફિસ હોવાનું જણાવી હીરા વેચવા આપવા કહેતા નયનભાઈએ તેની સાથે વેપાર શરૂ કર્યો હતો.ત્યાર બાદ વિકાસે તેની ઓફિસ મહિધરપુરા હીરાબજાર એલ.બી.ચાર રસ્તા પોલીસ ચોકીની બાજુમાં ગોવર્ધન બિલ્ડીંગમાં શરૂ કરી હતી.