Surat: રાજ્યમાં નવા વર્ષની ગોઝારી શરૂઆત થઈ છે. સુરત દાંડી રોડ કુદીયાણા ગામ નજીક કેરીગટન રિસોર્ટ સામે ટેમ્પો પલટી મારી ગયો હતો. જેમાં એક યુવકનું મોત અને સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મોડી રાતે સુરતના જહાંગીરપરાથી અંતિમવિધિ પતાવી આડમોર ગામે પરત ફરતા સમયે બાઈક ચાલકને સાઈડ આપવા જતી વખતે આ ઘટના બની હતી.
ઉમરેઠના ઓડ કણભઈપુરા માર્ગ પર ત્રિપલ અકસ્માત
આણંદમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત અને ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મળતી વિગત પ્રમાણે, આણંદના ઉમરેઠના ઓડ કણભઈપુરા માર્ગ પર ત્રિપલ અકસ્માત સર્જાયો. પીકઅપ ટેમ્પોએ ઇકોને ટક્કર મારતાં તે અલ્ટો સાથે ધડકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ અલ્ટો કારમાં આગ લાગી હતી. કારમાં સવાર છ થી સાત લોકો ઉછળીને રોડ પર પટકાયા હતા. જેમાં એકનું સ્થળ પર મોત થયું હતું અને ચાર ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કારમાં સવાર લોકો આણંદના મલાતજના રહેવાસી હતા.
રવિવારે કરો આ છ ઉપાય
- જો તમે રવિવારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો, તો એક સરળ કાર્ય તમારી સફળતાના દરવાજા ખોલી શકે છે. ઘરની બહાર નીકળતા પહેલા ગાયને રોટલી ખવડાવો. આમ કરવાથી તમે જે કામ માટે જઈ રહ્યા છો તે ચોક્કસ પૂર્ણ થશે.
- રવિવારે સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ગાયના ઘીનો દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે શિવ મંદિરમાં મા ગૌરી અને ભગવાન શંકરને રૂદ્રાક્ષ અર્પણ કરવું જોઈએ. તેનાથી ધનની પ્રાપ્તિ થાય છે.
- જો તમે જીવનમાં પ્રગતિ મેળવવા માંગતા હોવ તો રવિવારે આ ખાસ ઉપાય અવશ્ય કરો. આ દિવસે દૂધ અને ગોળ ભેળવીને ચોખા ખાવાથી વિશેષ લાભ થાય છે. આ સિવાય લાલ કપડામાં બાંધીને ઘઉં અને ગોળનું દાન કરવાથી પણ લાભ થાય છે.
- જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો આ દિવસે કરેલા ઉપાયોથી તેને બળવાન બનાવી શકાય છે. રવિવારે પાણીમાં ગોળ અને ચોખા મિક્સ કરીને પાણીમાં નાખી દો. આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે અને વ્યક્તિને તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
- જો તમે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ લાવવા માંગતા હોવ તો રવિવારે આદિત્ય સ્તોત્રનો પાઠ કરો. તેના પાઠ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને તેને આશીર્વાદ આપે છે, જો તમે રવિવારના દિવસે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગતા હોવ તો તે પહેલા થોડું મીઠું પાણી પી લેવું જોઈએ.
- રવિવારે એક મોટા પાનમાં તમારી મનોકામના લખો અને તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે.
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.